For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં કોરોના વાયરસનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઇ ગયું, આઇએએમે કહ્યું સ્થિતિ બહુ ખરાબ

ભારતમાં કોરોના વાયરસનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઇ ગયું, આઇએએમે કહ્યું સ્થિતિ બહુ ખરાબ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિતોનો આંકડો 10 લાખને પાર પહોંચી ચૂક્યો છે. જ્યારે એક ખરાબ સમાચાર એ પણ છે કે ભારતમાં કોરોનાનુ કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઇ ચૂક્યુ છે. એટલે કે હવે ભારતમાં પણ કોરોના કોમ્યુનિટી ટ્રાન્સમિશન ફેલાવવાનો આરંભ થઇ ચૂક્યો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને શનિવારે આ ખુલાસો કર્યો. આની સાથે જ આઇએમએ પોતાના રિપોરટમાં કોરોનાને લઇ કેટલાક એવા ખુલાસાઓ પણ કર્યા છે જેણે ચિંતા વધારી દીધી છે.

ભારતમાં કોવિડ-19નું કોમ્યુનિટી ટ્રાન્સપ્લાન્ટ શરૂ થઇ ગયું

ભારતમાં કોવિડ-19નું કોમ્યુનિટી ટ્રાન્સપ્લાન્ટ શરૂ થઇ ગયું

રિપોર્ટ મુજબ ભારતમાં 34000થી વધુ નવા મામલા નોંધાયા છે અને તે બાદ હવે ભારતમાં કુલ મળી 10.38 લાખનો આંકડો પાર કરી ચૂક્યું છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને શનિવારે કહ્યું કે ભારતમાં કોવિડ-19નું સામુદાયમાં પ્રસાર શરૂ થઇ ગયો છે અને સ્થિતિ બહુ ખરાબ થઇ ચૂકી છે. આ નિવેદન આઈએમએ હોસ્પિટલ બોર્ડ ઑફ ઇન્ડિયાના ચેરપર્સન ડૉ વીકે મોંગાને સોંપતા રિપોર્ટમાં કહ્યું, આ એક ખતરનાક વૃદ્ધિ છે.

હવે ગ્રામીણ ક્ષેત્રોમાં કોરોના ફેલાયો, ખરાબ સંકેતો

હવે ગ્રામીણ ક્ષેત્રોમાં કોરોના ફેલાયો, ખરાબ સંકેતો

ડૉ વીકે મોંગાએ કહ્યું કે સ્થિતિ ખરેખર ખરાબ છે અને હવે આ એક કોમ્યુનિટી ટ્રાન્સમિશનના સંકેત દર્શાવે છે. આની સાથે જ કેટલાય માપદંડો જોડાયેલા છે પરંતુ કુલ મિલાવી આ હવે ગ્રામીણ ક્ષેત્રોમાં ફેલાઇ રહ્યો છે. ડૉ. મોંગાએ કહ્યું, સંક્રમણ તેજીથી વધી રહ્યું છે. દરરોજ 30 હજારથી વધુ મામલા આવી રહ્યા છે. આ સારી સ્થિતિ નથી. આ ખરાબ સંકેત છે. આ હજી પણ વધુ ખરાબ સ્થિતિ થઇ જશે કેમ કે હવે સામુદાયિક રીતે ફેલાવવો શરૂ થઇ ચૂક્યો છે.

સ્થિતિ નિયંત્રણમાં લેવી ખતરનાક

સ્થિતિ નિયંત્રણમાં લેવી ખતરનાક

હાલની સ્થિતિ વિશે ડૉ મોંગાએ કહ્યું કે આ ખતરનાક સંકેત છે, જે સામુદાયિક પ્રસારને દર્શાવે છે. મહામારી નાના કસ્બા અને ગ્રામીણ વિસ્તારોમાં ફેલાવવા પર નિયંત્રણ કરી શકવું મુશ્કેલ હશે. તેમણે કહ્યું કે, અમે આને દિલ્હીમાં રોકવા સક્ષમ હતા, પરંતુ આ મહારાષ્ટ્ર, કેરળ, ગોવા, મધ્ય પ્રદેશ જેવા રાજ્યોના ગામો અને કસ્બાઓમાં કેવી રીતે શક્ય હશે, જ્યાં નવા હૉટસ્પોટ બની શકે છે.

ડૉક્ટરો મોંગાએ કહ્યું- રાજ્ય સરકારોએ સાવધાની વરતવી જોઇએ

ડૉક્ટરો મોંગાએ કહ્યું- રાજ્ય સરકારોએ સાવધાની વરતવી જોઇએ

ડૉ મોંગાએ કહ્યું કે રાજ્ય સરકારોએ પૂરી સાવધાની વરતવી જઇએ અને સ્થિતિને સભાળવા માટે કેન્દ્ર સરકાર પાસેથી મદદ લેવી જોઇએ. તેમણે કહ્યું કે આ એક વાયરલ બીમારી છે જે બહુ તેજીથી ફેલાય છે. આ બીમારીને રોકવા માટે માત્ર બે વિકલ્પ છે. તેમણે કહ્યું, આ બીમારીને રોકવાની બે રીત છે. પહેલી 70 ટકા વસ્તી આ મહામારીના સંપર્કમાં આવી જાય અને પ્રતિરક્ષા વિકસિત થઇ જાય. બીજી, બજારમાં તેની દવા આવી જાય

સ્વાસ્થ્ય મંત્રાલયનો આ દાવો ખોટો કેમ કે...

સ્વાસ્થ્ય મંત્રાલયનો આ દાવો ખોટો કેમ કે...

જણાવી દઇએ કે આઇએમએનો રિપોર્ટ એટલા માટે પણ મહત્વનો છે કેમ કે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે કોવિડ-19નું કોમ્યુનિટી ટ્રાન્સપ્લાન્ટ હજી સુધી ભારતમાં શરૂ નથી થયું, આ દાવો સ્વતંત્ર સ્વાસ્થ્ય નિષ્ણાંતો દ્વારા દ્રઢતાથી કરવામાં આવ્યો છે. જણાવી દઇએ કે સરકાર આ દાવો આ સચ્ચાઇની સાથે કરી રહી છે કે જ્યારે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં ભારત ત્રીજા નંબર પર પહોંચી ચૂક્યું છે જેમાં અમેરિકા પહેલા નંબર અને બ્રાઝીલ ચોથા નંબર પર છે. કેટલાક દિવસો પહેલા સુધી ભારત આ યાદીમાં ચોથા નંબર પર હતું અને રશિયા ત્રીજા નંબર પર હતું પરંતુ પાછલા દિવસોમાં ભારતમાં કેસ વધ્યા બાદ ભારત ત્રીજા નંબર પર પહોંચી ચૂક્યું છે. શનિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ભારતમાં અત્યાર સુધી 10,38,716 લોકોના કોવિડ-19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો જેમાંથી 6,53,751 રિકવર થઇ ગયા છે જ્યારે 26,273 લોકોના મોત થઇ ચૂક્યાં છે.

કેમ ખતરનાક છે કોમ્યુનિટી ટ્રાન્સપ્લાન્ટ

કેમ ખતરનાક છે કોમ્યુનિટી ટ્રાન્સપ્લાન્ટ

કોમ્યુનિટી ટ્રામ્સપ્લાન્ટ ત્યારે થાય છે જ્યારે કોઇ વ્યક્તિ કોઇ જાણીતી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા વિના આ વાયરસતી સંક્રમિત થઇ જાય. પાછલા બે અઠવાડિયામાં જેટલીવાર ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ કરી તેમાં આ વાત પર વિશેષ જોર આપ્યો કે ભારતમાં હજી ચોથો તબક્કો નથી આવ્યો અને ચોથો તબક્કો તેને કહેવાય છે જ્યારે સંક્રમણ સ્થાનીક સ્તરે મહામારીનું રૂપ લઇ લે છે.

દિલ્હીઃ મિંટો બ્રિજ નીચે બે બસ પાણીમાં ડૂબી, એક શખ્સનું મોતદિલ્હીઃ મિંટો બ્રિજ નીચે બે બસ પાણીમાં ડૂબી, એક શખ્સનું મોત

English summary
community spread of coronavirus started in India: Indian Medical Association
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X