વિદ્યાર્થીને માર મરાવનારી યુપીની નફરતી શિક્ષિકા સામે ફરિયાદ નોંધાઈ, જાણો શું કહ્યું પોલીસે?
નાના નાના બાળકો સાથે હિન્દુ-મુસ્લિમના નાપાક ખેલ ખેલનારી યુપીની શિક્ષિકા તૃપ્તિ ત્યાગી સામે આખરે કાયદાનો ગાળીઓ કસાયો છે. હવે યુપી પોલીસે ફરીયાદ દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે.
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની એક ખાનગી શાળાની આ શિક્ષિકાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોમાં ગુસ્સો છે. આ વીડિયોમાં આ નફરતી શિક્ષિકા તૃપ્તી ત્યાગી મુસ્લિમ વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા માર મરાવતી જોવા મળી હતી.

આ વીડિયો વાયરલ થયા બાદ લોકોએ શિક્ષિકાના નામ પર કલંક આ નફરતી શિક્ષિકાને ખરી ખોટી સંભળાવી હતી. લોકોએ સોશિયલ મીડિયા પર તેના પર ફરિયાદ દાખવ કરીને ધરપકડ કરવાની માંગ કરી હતી.
આ કેસમાં વીડિયો સામે આવ્યા બાદ શનિવારે બાળકના પિતાએ આરોપી શિક્ષિકા વિરુદ્ધ મુઝફ્ફરપુર પોલીસમાં FIR નોંધાવી છે. હવે પોલીસે ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે.
આ વીડિયો વાયરલ થયા બાદ મહિલા શિક્ષિકાએ સ્પષ્ટીકરણમાં કહ્યું હતું કે, હું વિકલાંગ છું તેથી ખુરશી પરથી ઊઠી ન શકવાને કારણે બાળકની ભૂલ માટે વિદ્યાર્થીઓને થપ્પડ મારવા કહ્યું હતુ.
જો કે આ નફરતી શિક્ષિકાના એક નહીં ઘણા ચહેરા છે. તેને એક નિવેદનમાં આરોપ લગાવ્યો હતો કે વીડિયોને સાંપ્રદાયિક બનાવીને મુદ્દાને ખોટી રીતે રજૂ કરવા માટે એડિટ કરવામાં આવ્યો છે.
બીજી તરફ ટીચરને જ્યારે પુછવામાં આવ્યું કે શું અન્ય સ્ટુડન્ટ્સે તેના દ્વારા બાળકને માર્યો તે તેની ભૂલ છે તો આના જવાબમાં તેણે કહ્યું કે હા, મારાથી ભૂલ થઈ છે અને હું હાથ જોડીને માફી માંગુ છું.
આખી ઘટના જણાવતા પિતાએ કહ્યું હતું કે જો મારું બાળક ભણે નહીં તો શિક્ષક કડક હોઈ શકે છે, પરંતુ તેણે અન્ય વિદ્યાર્થીઓને કેમ માર માર્યો? પિતાએ કહ્યું કે મારા સાત વર્ષના પુત્ર












Click it and Unblock the Notifications
