For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનિયાની અધ્યક્ષતા હેઠળ CWCની બેઠક શરૂ, નક્કી કરાશે રાહુલની ભૂમિકા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

Mamohan Singh, Sonia Gandhi
નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર: પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારમાંથી ટેકો પાછો ખેંચતાં રાજકીય પરિસ્થિતીની હાલત પર વિચાર કરવા માટે મંગળવારે દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં મંત્રીમંડળમાં ફેરબદલ તેમજ રાહુલ ગાંધીની નવી ભૂમિકા નક્કી કરવામાં આવશે.

આ બેઠક સોનિયા ગાંધીની અધ્યક્ષતા હેઠળ યોજાઇ રહી છે અને જેમાં આર્થિક સુધારા (એફડીઆઇ અને ડીઝલના ભાવવધારા)ના મુદ્દે વિપક્ષોના પ્રહાર અને તેલંગાણાના મુદ્દે પણ ચર્ચા થવાની સંભાવના છે.

કોંગેસને લાગી રહ્યું છે કે તેલંગાણાના મુદ્દાને વધુ ખેંચવો જોઇએ નહી. સાથે સાથે આ બેઠકમાં ત્રણ રાજ્યોમાં યોજાનારી ચૂંટણીની રણનિતી અંગે ચર્ચા થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે મનમોહન સરકારમાં મોટાપાયે ફેરફારની તૈયારી છે. આગામી સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઇ શકે છે. હાલમાં મંત્રીમંડળમાં 11 હોદ્દા ખાલી છે અને સાત મંત્રીઓ ઉપર વધુ ભાર છે. સૌથી પહેલાં નજર નાખીએ ખાલી પડેલા હોદ્દાઓ પર જે છેલ્લાં કેટલાક મહિનાઓથી ખાલી પડેલાં છે.

પ્રણવ મુખર્જી, વિલાસરાવ દેશમુખ, એ રાજા, દયાનિધી મારન, વીરભદ્ર સિંહ, મુકુલ રોય, સૌગત રોય, ચૌધરી મોહન જટુઆ, સુદીપ બંદોપાધ્યાય, શિશિર અધિકારી સુલ્તાન અહેમદ આ નેતાઓએ સરકાર સાથ છોડતા કેટલાક મંત્રીઓ પર વધુ જવાબદારી સોંપવામાં આવી છે.

પશ્વિમ બંગાળમાંથી કેટલાક લોકોને તક મળી શકે છે. બંગાળમાંથી દીપા દાસમુંશી, પ્રદીપ ભટ્ટાચાર્ય, અબુ હસેમ ખાન ચૌધરી, અધિર ચૌધરીને તક મળી શકે છે. આ સાથે સાથે એનસીપી કોટામાંથી સરકારમાં ફેરબદલ થઇ થકે છે. તારીક અનવરનો સમાવેશ થઇ શકે છે તો બીજી તરફ અગાથા સંગમાને તગેડી મૂકવામાં આવી શકે છે.

સંગઠનમાં પણ ફેરફાર જોવા મળશે. બિહાર, હરિયાણા, મહારાષ્ટ્ર અને મુંબઇના કોંગ્રેસ અધ્યક્ષ બલવવામાં આવશે, પરંતુ પૃથ્વીરાજ ચૌહાણની ખુરશી સલામત રહેશે. નારાયણ રાણે અંગે પણ સરકાર નિર્ણય લઇ શકે છે.

English summary
Mamata Banerjee walking out of UPA and the government facing opposition heat on economic reforms, Congress top brass will meet on Tuesday to take stock of the present situation and chalk out the strategy ahead.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X