જેટલી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરતું કોંગ્રેસ

arun-jaitly-chidambaram-sus
નવીદિલ્હી, 27 ઑક્ટોબરઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરભદ્ર સિંહ પર આકરા પ્રહારો લગાવવા બદલ ભાજપી નેતા અરૂણ જેટલી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કોંગ્રસ દ્વારા ચૂંટણી પંચને કરવામાં આવી છે.

ગઇ કાલે ચૂંટણી પંચના કમિશનરને લખવામાં આવેલા પત્રમાં કોંગ્રેસના લિગલ ડિપાર્ટમેન્ટ દ્વારા માગણી કરવામાં આવી છે કે, અરૂણ જેટલી અને ભાજપ દ્વારા કોંગ્રેસ પાર્ટી અને વીરભદ્ર સિંહ વિરુદ્ધ જે ખોટી રજૂઆતો અને ખોટા આરોપો લગાવ્યા છે તે બદલ તેમની વિરુદ્ધ તત્કાલ ધોરણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.

પાર્ટીએ પોતાની ફરિયાદમાં કહ્યું છે, '' પ્રેસ કોન્ફરન્સમાં જે જાહેર નિવેદન કરવામાં આવ્યા છે તે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા રાજકીય પાર્ટી અને ઉમેદવાર માટેના નિયમોનું ઉલ્લઘંન છે.''

શિમલા ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતીવેળા જેટલીએ આરોપ લગાવ્યા હતા કે સિંહે 2008 પછી પોતાની ટેક્સ રીટર્નમાં ફેરફાર કર્યા છે, તેથી છેલ્લી તારીખે નકલી કરાર રજૂ કરી શકાય જ્યારે અંદાજે 6.5 કરોડ રૂપિયાની આવક દેખાડી શકાય. તેમણે કહ્યું છે કે આ એક લાંચ લેવાનો કેસ છે, લાંચની રકમને સાચી રકમમાં ફેરવવામાં આવ્યા છે.

કોંગ્રેસે ચૂંટણી કમિશનને કહ્યું છે કે ભાજપના નેતા દ્વારા જે આરોપો પાર્ટી અને પાર્ટીના નેતા પર લગાવવામાં આવ્યા છે તે અયોગ્ય અને અપ્રમાણિત છે. ભાજપના નેતા દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું છે તે માત્રને માત્ર કાલ્પનિક છે અને તે પોતાની ધારણા પર આધારિત છે. તેમના દ્વારા લગાવાયેલા આરોપો એક પ્રકારની કિન્નાખોરી છે અને તેનાથી ચૂંટણી પંચના નિયમોનું ઉલ્લઘંન કરવામાં આવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X