કોંગ્રેસ વોટબેંકનું રાજકરણ રમી રહી છે: નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે વિકાસને લઇને વિશ્વભરમાં સર્વે કરવામાં આવી રહ્યો છે ત્યારે વિશ્વના 148 દેશોમાં ભારત વિકાસની દ્રષ્ટિએ 138મા સ્થાને છે. જ્યારે રાજ્યોના વિકાસનો સર્વે કરવામાં આવ્યો તો ગુજરાત 15મા સ્થાને છે. આજે ગુજરાત અને છત્તીસગઢમાં જે વિકાસ થઇ રહ્યો છે તે ત્યાંની પ્રજાને કારણે થઇ રહ્યો છે. આજે દેશમાં ભાજપ શાસિત રાજ્યો વિકાસ કરી રહ્યાં છે તેનું સીધું કારણ છે કે ભાજપ વિકાસનું રાજકારણ કરે છે વોટબેંકનું નહી.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે સામાન્ય પ્રજા અંગે વિચારવાનું બંધ કરી દિધું છે. કેન્દ્ર સરકારને મોંધવારી માટે દર્દ નથી. તેને ગરીબોની ચિંતા નથી. પ્રજા પાસેથી ગેસ સિલિન્ડર છિનવી લીધા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ રોજ વધારવામાં આવે છે. કોંગ્રેસ તેના ભાષણોમાં ગરીબ આદિવાસીઓની વાત કરે છે અને તેને સપના બતાવે છે. દેશને આઝાદી મળ્યાંને 65 વર્ષ વીતી ગયાં છે અને દેશમાં કોંગ્રેસે સૌથી વધુ રાજ કર્યું છે. પરંતુ આ વર્ષો દરમિયાન કોંગ્રેસે ગરીબ આદિવાસીઓની ચિંતા કરવામાં આવી નથી.
નરેન્દ્ર મોદીએ અર્થશાસ્ત્રીઓ અને રાજકીય પંડિતોને લલકારતાં કહ્યું હતું કે તે વિકાસના મુદ્દે તે દેશના કોઇપણ 40 કે 50 વર્ષ જૂના રાજ્યની તુલના 12 વર્ષ જૂના છત્તીસગઢ સાથે કરી જુએ. તો દુનિયાનું ધ્યાન છત્તીસગઢ તરફ આકર્ષાશે. તેમને કહ્યું હતું કે આજે દેશમાં જુદી-જુદી જનકલ્યાણકારી યોજનાઓ અને વિકાસ કાર્યો માટે ગુજરાત અને છત્તીસગઢ અને મધ્યપ્રદેશને ઉદાહરણ તરીકે જોવામાં આવે છે. તેનું એકમાત્ર કારણ છે જનતાની તાકાત અને નેતૃત્વની દૂરદ્રષ્ટિ.
રમણ સિંહે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત સમગ્ર દેશમાં નવી દિશા નક્કી કરી રહ્યું છે.ગુજરાત દેશમાં વિકાસનું મોડલ બની ગયું છે. રાજ્ય સરકાર છત્તીસગઢ એક નવો ઇતિહાસ રચી રહ્યું છે. છત્તીસગઢ રાજ્ય બન્યા પછી 16 થી 18 અને હવે 27 જિલ્લા બની ગયા છે. આ વર્ષે રાજ્યોત્સવના અવસરે રાજ્ય સરકારે પ્રજાની સુવિધા માટે વિકાસખંડોના પુનરચના માટે આયોગ બનાવવાનો નિર્ણય કર્યો છે.
રમણ સિંહે રાજ્યોત્સવ 2012 અંતર્ગત આયોજિત બે દિવસીય વિશ્વ રોકાણ સંમેલનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે કૃષિ તથા ખાદ્ય પ્રક્રિયા અને સૂચાના ઔધોગિક જેવા ક્ષેત્રોમાં રોકાણને આકર્ષિત કરવા અને રોજગારના અવસર વધારવા માટે પ્રથમ વખત આ પ્રકારના આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કર્યું છે.












Click it and Unblock the Notifications
