Corona Vaccineના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી મળતાં પીએમ મોદી બોલ્યા- અભિનંદન ભારત
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. આ બધાની વચ્ચે આજે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા એટલે કે DCGIએ મહત્વનો ફેસલો લઈ કોરોના વાયરસની બે રસીના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. DCGIએ આજે 11 વાગ્યે પ્રેસ કોન્ફ્રન્સ કરી આ અંગે સત્તાવાર જાહેરાત કરી.
જેમાં તેમણે કહ્યું કે દેશમાં ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલ સ્વદેશી રસી કોવેક્સીન અને કોવિશીલ્ડ વેક્સીનના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપીએ છીએ. કોવિશીલ્ડને સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયાએ ઓક્સફોર્ડ યૂનિવર્સિટી સાથે મળીને બનાવી છે જ્યારે કોવેક્સીન ભારતની સ્વદેશી વેક્સીન છે જેને ભારત બાયોટેકે બનાવી છે.

DCGIની પ્રેસ કોન્ફરન્સ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ અભિનંદન પાઠવતાં આ નિર્ણયને ઉત્સાહપૂર્ણ લડતને મજબૂત કરવા માટેનો નિર્ણાયક વળાંક! ગણાવ્યો. સાથે જ તેમણે વૈજ્ઞાનિકો અને ઈનોવેટર્સને શુભેચ્છા પાઠવી.
Covid-19 in India: ગત 24 કલાકમાં ભારતમાં 18177 નવા કેસ
વધુમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે- મંજૂરી આપવામાં આવેલી બંને વેક્સીન ભારતમાં બનાવવામા આવી છે, જે જાણીને દરેક ભારતીયને ગર્વ થશે. આ વૈજ્ઞાનિક સમુદાયની આત્મનિર્ભર ભારતના સ્વપ્નને પૂર્ણ કરવાની ઉત્સુકતા બતાવે છે, જેના મૂળમાં સંભાળ અને કરુણા છે.