Karnataka Election : સૂડાન કર્ણાટકના 31 આદિવાસી ફસાયા, સરકાર મદદ ન કરી રહી હોવાનો કોંગ્રેસનો આરોપ
આ દિવસોમાં સૂડાનમાં સ્થિતી ખરાબ છે અને ગૃહ યુદ્ધ જેવી સ્થિતી છે. બીજી તરફ કર્ણાટકમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે કોંગ્રેસે સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. કોંગ્રેસનો આરોપ છે કે કર્ણાટકની બીજેપી સરકાર સૂડાનમાં ફસાયેલા 31 જેટલા આદીવાસીઓને બહાર કાઢવા માટે કોઈ કાર્યવાહી નથી કર રહી. હવે આ મુદ્દે રાજનીતિ ગરમાઈ છે.
સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે હિંસક અથડામણ ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર અહીં કર્ણાટકના 31 આદિવાસીઓ હિંસા પ્રભાવિત વિસ્તારમાં ફસાયેલા છે. સંઘર્ષ ચાલી રહ્યો છે ત્યારે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીની વચ્ચે કોંગ્રેસે આ મુદ્દાને લઈને કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈની ટીકા કરી છે.

કોંગ્રેસે દાવો કર્યો છે કે, સૂડાનમાં ફસાયેલા કર્ણાટકના 31 આદિવાસીઓને બહાર કાઢવા માટે સરકારે હજુ સુધી કોઈ કાર્યવાહી શરૂ કરી નથી.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ સરકારને અપીલ કરતા કરી છે અને સૂડાનમાં ફસાયેલા 31 કર્ણાટક ફસાયેલા હક્કી પિક્કી જનજાતિના લોકોનું સુરક્ષિત પરત ફરવાની ખાતરી કરે.
સિદ્ધારમૈયાએ કેન્દ્ર સરકાર, વિદેશ મંત્રાલય અને કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અને ગૃહ યુદ્ધમાં ફસાયેલા હક્કી પિક્કી જાતિના કર્ણાટકના 31 લોકોની સલામત પરત સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે.
જો કે બીજી તરફ કર્ણાટક સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું કે, વિદેશ મંત્રાલય આદિવાસીઓની સ્થિતિ વિશે જાણ કરવામાં આવી છે અને ફસાયેલા લોકોને બહાર ન નીકળવા અને દેશમાં ભારતીય દૂતાવાસની સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરાઈ છે.
અહીં તમને જણાવી દઈએ કે, હક્કી પિક્કી આદિજાતિના 31 લોકો હિંસાગ્રસ્ત સૂડાનમાં ફસાયા છે. આ કર્ણાટકની અર્ધ-વિચરતી આદિવાસી જાતિ છે. ગયા અઠવાડિયે સંઘર્ષ શરૂ થયા બાદ હાલ ખાદ્ય પુરવઠાની અછતના પણ અહેવાલો આવી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
