કોંગ્રેસે 5 રાજ્યોમાં ચૂંટણી ઓબ્ઝર્વરની જાહેરાત કરી, જાણો કોને ક્યાં રાજ્યની જવાબદારી અપાઈ?

2024 ની લોકસભા ચૂંટણી પહેલા 5 રાજ્યોમાં થવા જઈ રહેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કોઈ કસર છોડવા માંગતી નથી. હવે ચૂંટણી માથા પર છે ત્યારે પાર્ટીએ 5 રાજ્યોના ચૂંટણી ઓબ્ઝર્વરની જાહેરાત કરી છે.

5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસે રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત કુલ પાંચ રાજ્યોના ચૂંટણી નિરીક્ષકોના નામની જાહેરાત કરી છે. મહત્વના ગણાતા રાજસ્થાનમાં મધુસુદન મિસ્ત્રીને સિનિયર ઓબ્ઝર્વરની જવાબદારી સોંપવામાં આવી છે અને શશિકાંત શેંથિલને ઓબ્ઝર્વર બનાવાયા છે.

Rahul Gandhi

અન્ય રાજ્યોની વાત કરીએ તો, મધ્યપ્રદેશમાં રણદીપ સિંહ સુરજેવાલા સિનિયર ઓબ્ઝર્વર અને ચંદ્રકાંત હડૌરને ઓબ્ઝર્વર બનાવવામાં આવ્યા છે.
કોંગ્રેસ પાર્ટીએ રાજસ્થાન અને મધ્યપ્રદેશ સિવાય છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ માટે પણ ચૂંટણી ઓબ્ઝર્વરની નિમણૂક કરી છે. છત્તીસગઢમાં કોંગ્રેસે પ્રીતમ સિંહ અને મીનાક્ષી નટરાજનને આ જવાબદારી સોંપી છે.

તેલંગાણામાં દીપા દાસ મુનશી અને સિરીવિલ્લી પ્રસાદને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે મિઝોરમમાં કોંગ્રેસે સચિન રાવને ચૂંટણી નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે.

જણાવી દઈએ કે, આ વર્ષના અંતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. 2024 લોકસભા ચૂંટણી પહેલા આ ચૂંટણીઓ મહત્વની માનવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X