2018 માં 1 કરોડ નોકરીઓ ખતમ થઇ, કોંગ્રેસનો ભાજપ પર પ્રહાર
દેશમાં રોજગાર માટે અવસર પેદા કરવા અંગે હલ્લો મચતો રહ્યો છે પરંતુ બધા જ સરકારી દાવાઓ છતાં પણ વર્ષ 2018 દરમિયાન 1 કરોડ કરતા પણ વધારે નોકરીઓ ખતમ થઇ ગઈ.
દેશમાં રોજગાર માટે અવસર પેદા કરવા અંગે હલ્લો મચતો રહ્યો છે પરંતુ બધા જ સરકારી દાવાઓ છતાં પણ વર્ષ 2018 દરમિયાન 1 કરોડ કરતા પણ વધારે નોકરીઓ ખતમ થઇ ગઈ. આ રિપોર્ટ સામે આવ્યા પછી હવે તેના પર રાજનીતિ શરુ થઇ ચુકી છે. કોંગ્રેસ પાર્ટીએ આ રિપોર્ટના આધારે મોદી સરકાર પર જોરદાર પ્રહાર કર્યા છે. રોજગાર સાથે જોડાયેલી આ રિપોર્ટ સેન્ટ્રલ ફોર મોનીટરીંગ ઇન્ડિયન ઈકોનોમી ઘ્વારા જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો: જાણો, એ દોઢ કલાકના ઈન્ટરવ્યુમાં શું ના બોલ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી?

રોજગાર અંગે કોંગ્રેસનો મોદી સરકાર પર પ્રહાર
આ રિપોર્ટના આધારે કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ મોદી સરકાર પર જોરદાર પ્રહાર કર્યા છે. તેમને કહ્યું કે મોદી સરકારે સત્તામાં આવતા પહેલા વચન આપ્યું હતું કે તેઓ દર વર્ષે 2 કરોડ રોજગાર પેદા કરશે પરંતુ આ સરકાર લોકો માટે રોજગારની તક પેદા કરવામાં નિષ્ફળ રહી છે.

દર વર્ષે 2 કરોડ રોજગાર પેદા કરવાનું વચન
કોંગ્રેસ નેતાએ મોદી સરકાર પર જોરદાર પ્રહાર કર્યા. મનીષ તિવારીએ કહ્યું કે વર્ષ 2014 દરમિયાન ચૂંટણી પ્રચારમાં પીએમ મોદીએ લોકોને વચન આપ્યું હતું કે સારા દિવસો આવશે. તેમને દર વર્ષે 2 કરોડ રોજગાર આપવાનું વચન આપ્યું હતું. એટલે કે 5 વર્ષમાં 10 કરોડ રોજગાર પેદા થવા જોઈતા હતા.

રોજગાર આપવામાં મોદી સરકાર નિષ્ફળ
સેન્ટ્રલ ફોર મોનીટરીંગ ઇન્ડિયન ઈકોનોમી રિપોર્ટની ઉલ્લેખ કરતા મનીષ તિવારીએ કહ્યું કે વર્ષ 2018 દરમિયાન 1 કરોડ નોકરીઓ ખતમ થઇ ગઈ. તેમને કહ્યું કે ડિસેમ્બર 2017 સુધી 40.79 લોકો પાસે રોજગાર હતો પરંતુ હવે તે ઘટીને 39.07 થઇ ગયો છે. જેનો મતલબ છે કે 1 કરોડ કરતા પણ વધારે લોકોની નોકરીઓ ચાલી ગયી. સરકારે બધા જ ચૂંટણી વચનો આપ્યા પરંતુ રોજગાર નહીં આપ્યો.












Click it and Unblock the Notifications
