શિવરાજ સિંહની પત્ની નોટ ગણવાનું મશીન છે: કોંગ્રેસ

ભોપાલ, 6 જૂન: મધ્યપ્રદેશમાં કોંગ્રેસે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પર શાબ્દિક હુમલાને વધુ તેજ કરતાં હવે શિવરાજ સિંહ ચૌહાણની પત્ની પર આરોપ લગાવ્યો છે. વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ અજય સિંહે સાધના સિંહને 'નોટ ગણવાનું મશીન' ગણાવતાં કહ્યું હતું કે રાજ્યમાં ગેરકાયદેસર માઇનિંગ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની પત્નીના સંરક્ષણમાં ચાલી રહ્યું છે. અજય સિંહે કહ્યું હતું કે મુખ્યમંત્રીએ સાધના સિંહની અસલી ઓળખ બતાવવી જોઇએ. ગેરકાયદેસર માઇનિંગ જ શિવરાજ સરકાર માટે પતનનું કારણ બનશે.

તેમને કહ્યું હતું કે 'રાજ્યમાં ગેરકાયદેસર માઇનિંગ મુખ્યમંત્રીની પત્ની સાધનાના સંરક્ષણમાં ચાલે છે, તે તો નોટ ગણવાનું મશીન બની ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે મોટો પડકાર મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ છે. જો કે કોંગ્રેસ સીધું તેમને જ ટાર્ગેટ બનાવે છે.

shivraj-singh-chauhan

નેતા પ્રતિપક્ષ અજય સિંહે આ પ્રકારે મંગળવારે ખરગોનમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે 'શિવરાજ સિંહ ચૌહાણે એક સમય નર્મદા નદીમાં ઉભા રહીને જીવનભર કુંવારા રહેવાની સોંગધ ખાધા હતા. અંતે એવું શું થયું કે તે પોતાના સોગંધ પર અડગ રહી ન શક્યા?'

બીજી તરફ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપે) અજય સિંહના નિવેદનને સાર્વજનિક જીવનની મર્યાદા ઓળંગનાર નિવેદન ગણાવ્યું છે. પાર્ટી પ્રવક્તા દીપક વિજયવર્ગીયે કહ્યું હતું કે અજય સિંહે સાર્વજનિક જીવનની મર્યાદાઓનું પાલન કરવું જોઇએ. તેમની ટિપ્પણી કોઇપણ પ્રતિક્રિયાને લાયક નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં બહુચર્ચિત ડમ્પર કાંડમાં પણ વિપક્ષે શિવરાજ સિંહ ચૌહાણની પત્નીનું ઘુસાડ્યું હતું. ત્યારપછી આ મુદ્દો લોકાયુક્ત સુધી પહોંચ્યો હતો. કોંગ્રેસે આને મુદ્દો પણ બનાવ્યો હતો, પરંતુ શિવરાજ સિંહ ચૌહાણને ક્લીનચીટ મળી ગઇ. હવે કોંગ્રેસે ફરી એકવાર પત્નીના માધ્યમથી શિવરાજ સિંહ ચૌહાણ પર પ્રહાર કર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X