મિઝોરમમાં ચૂંટણી બાદ ગઠબંધન કરી શકે છે કોંગ્રેસઃ લલથનહવલા

મિઝોરમમાં ચૂંટણી બાદ ગઠબંધન કરી શકે છે કોંગ્રેસઃ લલથનહવલા

આઈઝલઃ પૂર્વોત્તરના રાજકીય કિલ્લો ગણાતા મિઝોરમને બચાવવા માટે કોંગ્રેસે રણનીતિ બનાવવાની શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રી લલથનહવલાએ રવિવારે કહ્યું, વિધાનસભા ચૂંટણી બાદ સમાન વિચારધારા વાળી પાર્ટી સાથે ગઠબંધન માટે કોંગ્રેસ પાસે વિકલ્પ ખુલા છે. 28 નવેમ્બરે મતદાનથી મિત્ર ત્રણ દિવસ પહેલા લલથનહવલાનું આ નિવેદન અતિ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે કર્ણાટકમાં કોંગ્રેસ આવો પ્રયોગ પહેલાં કરી ચૂકી છે.

કોંગ્રેસ ગઠબંધન કરી શકે

કોંગ્રેસ ગઠબંધન કરી શકે

સ્પષ્ટ જનાદેશ ન મળવાની સ્થિતિમાં ચૂંટણી બાદ શું કોંગ્રેસ ગઠબંધન કરી શકે છે? આના પર મુખ્યમંત્રીએ કહ્યું, કે જો સમાન વિચારધારા વાળી પાર્ટીઓ સાથે આવે છે અને અમારા નેતૃત્વમાં વિશ્વાસ કરતી હોય તો તેમનું સ્વાગત કરશું. પરંતુ સવાલ એ છે કે કોની સાથે ગઠબંધન કરશે?

આમની સાથે તો ગઠબંધન નહિ જ

આમની સાથે તો ગઠબંધન નહિ જ

લલથનહવલાએ કહ્યું કે હજુ કહી ન શકાય કે કોની સાથે ગઠબંધન કરીશું, પરંતુ ભાજપ અને મિઝો નેશનલ ફ્રન્ટ સાથે નિશ્ચિત રૂપે ગઠબંધન નહિ કરીએ. એમણે કહ્યું કે, હું પૂરી રીતે આશ્વસ્ત છું કે પૂર્વોત્તરમાં કોંગ્રેસનો કિલ્લો બચાવી લઈશ. કેટલાય મંત્રીઓ અને વરિષઠ નેતાઓના પાર્ટી છોડવાના સવાલ પર તેમણે કહ્યું કે, કલંકિત અને ભ્રષ્ટ લોકોએ પાર્ટી છીડી છે. તેમના જવાથી કાર્યકર્તાઓ ઉત્સાહિત છે.

ખુદ મુખ્યમંત્રી કોંગ્રેસ છોડવા માગે છે?

ખુદ મુખ્યમંત્રી કોંગ્રેસ છોડવા માગે છે?

જણાવી દઈએ કે ભાજપના અધ્યક્ષ લૂનાએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ત્યાં સુધી દાવો કર્યો કે વિધાનસભા ચૂંટણીના પરિણામ નિકળ્યા બાદ કોંગ્રેસના તમામ ચૂંટાયેલા ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ જશે. એમણે કહ્યું કે ચૂંટણી પહેલા લાલથનહવલાએ અરૂણાચલ પ્રદેશની જેમ અહીં પણ પ્રદેશ કોંગ્રેસના વિલય માટે ભાજપના મોવડી મંડળનો સંપર્ક કર્યો હતો. લાલથનહવલા પાર્ટીમાં સામેલ થવા માંગતા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X