કોંગ્રેસ 4 રાજ્યોમાં યોજાનારા મૌન સત્યાગ્રહને રદ્દ કર્યો, જાણો કેમ?
કોંગ્રેસ નેતા અને પુર્વ સાંસદ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ્દ થયા બાદ કોંગ્રેસ કેન્દ્ર સામે આક્રમક જોવા મળી છે. આ ક્રમમાં જ કોંગ્રેસે 4 રાજ્યોમાં 12 જૂને મૌન સત્યાગ્રહનું આયોજન કર્યુ હતું. હવે ભારે વરસાદને કારણે આ સત્યાગ્રહ રદ્દ કરવામાં આવ્યો છે.
દિલ્હી, હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં યોજાવા જઈ રહેલા સત્યાગ્રહને રદ્દ કરવા મુદ્દે કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યુ કે, આ ચાર રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ રાજ્યોમાં હવે આ કાર્યક્રમ 16 જુલાઈએ આયોજિત કરાશે.

જણાવી દઈએ કે, કોંગ્રેસે 9 જુલાઈએ રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા સમાપ્ત કરવાના વિરોધમાં 12 જુલાઈએ મૌન સત્યાગ્રહનું આયોજન કરવાની જાહેરાત કરી હતી. આ મૌન સત્યાગ્રહ રાજ્યોમાં મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે યોજાનાર છે. આમાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાશે.
જાહેરાત કરતા કેસી વેણુગોપાલે કહ્યું હતું, કે રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકારના મજબૂત અને મુખ્ય વિરોધી છે. તેમણે કહ્યું કે, અમારો સત્ય પ્રત્યેનો વિશ્વાસ અને પ્રત્યેક ભારતીયના વાસ્તવિક કલ્યાણ માટે અમારી પ્રતિબદ્ધતા સ્પષ્ટપણે સ્પષ્ટ છે. પછી ભલે બીજેપી-આરએસએસ અમારી અથવા અમારા નેતાઓ વિરુદ્ધ ગમે તે રણનીતિનો ઉપયોગ કરે. ભારત આવી ફાસીવાદી શક્તિઓને લાંબા સમય સુધી નહી ટકવા દે.
કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે સરકાર રાહુલ ગાંધીના અવાજને દબાવવા નવા નવા રસ્તા શોધી રહી છે. કોંગ્રેસ પાર્ટીએ કહ્યું છે કે, મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની સજાના ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.












Click it and Unblock the Notifications
