જયાનગર ઉપચૂંટણી: કોંગ્રેસ ઉમેદવાર સૌમ્ય રેડ્ડીની જીત

કર્ણાટકની વધુ એક વિધાનસભા સીટ જયાનગર પર કોંગ્રેસે ભાજપને હરાવી દીધું છે. આ વિધાનસભા સીટ પર બધા જ 216 મતદાન કેન્દ્રો પર સોમવારે 55 ટકા મતદાન થયું હતું.

કર્ણાટકની વધુ એક વિધાનસભા સીટ જયાનગર પર કોંગ્રેસે ભાજપને હરાવી દીધું છે. આ વિધાનસભા સીટ પર બધા જ 216 મતદાન કેન્દ્રો પર સોમવારે 55 ટકા મતદાન થયું હતું. આ મતદાન ખુબ જ શાંતિપૂર્વક પૂરું થયું હતું. આ સીટ પર બીજેપી ઘ્વારા દિવંગત વિધાયક બીએન વિજયકુમારના ભાઈ બીએન પ્રહલાદ લડી રહ્યા હતા. જયારે કોંગ્રેસ તરફથી રામલિંગા રેડ્ડી ની દીકરી સૌમ્યા રેડ્ડી ઈલેક્શન લડી રહી હતી.

karnataka election

સવારે 8 વાગ્યે વોટોની ગણતરી શરૂ થયી ત્યારથી કોંગ્રેસ ઉમેદવાર સૌમ્યા રેડ્ડી આગળ ચાલી રહ્યા હતા. શરૂઆતની ગણતરીમાં કોંગ્રેસને લીડ મળી રહી હતી, જે અંત સુધી રહી અને કોંગ્રેસે જયાનગર સીટ પણ પોતાને કબ્જે કરી.

કર્ણાટક જયાનગર વિધાનસભા ઈલેક્શનમાં કોંગ્રેસની સૌમ્યા રેડ્ડીએ બીજેપી ઉમેદવારને 3375 વોટોથી હરાવ્યા. કોંગ્રેસની સૌમ્યા રેડ્ડીને 54045 વોટ મળ્યા જયારે બીજેપીના બીએન પ્રહલાદ ને 50270 વોટો મળ્યા. કોંગ્રેસના જીત્યા પછી પાર્ટી કાર્યકર્તાઓ જશ્ન મનાવવા લાગ્યા.

કર્ણાટકમાં વિધાનસભા ઈલેક્શન પહેલા 4 મેં દરમિયાન ભાજપા વિધાયક બીએન વિજયકુમારનું ઈલેક્શન પ્રચાર દરમિયાન હાર્ટ એટેક ઘ્વારા મૃત્યુ થયું, જેને કારણે આ સીટનું મતદાન રોકી દેવામાં આવ્યું. આ સીટ પર બીજેપી ઘ્વારા દિવંગત વિધાયક બીએન વિજયકુમારના ભાઈ બીએન પ્રહલાદ લડી રહ્યા હતા જયારે કોંગ્રેસ તરફ થી રામલિંગા રેડ્ડીની દીકરી સૌમ્યા રેડ્ડી ઈલેક્શન લડી રહી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X