Congress CWC Meeting : કોંગ્રેસ 26 જાન્યુઆરીથી સંવિધાન બચાવો યાત્રા શરૂ કરશે, CWC મીટમાં પ્રસ્તાવ પાસ
Congress CWC Meeting : નરેન્દ્ર મોદી સરકારની બંધારણ સાથે છેડછાડના વિરોધમાં કોંગ્રેસે કમર કસી લીધી છે. કોંગ્રેસ પાર્ટી હવે બંધારણ માટે રસ્તા પર ઉતરશે.
કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક કર્ણાટકમાં યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસ પાર્ટીએ આવનારા સમય માટેના ઘણા મહત્વના પ્રસ્તાવ પાસ કર્યા છે.

કોંગ્રેસ વર્કિંગ કમિટી બેઠક અંગે કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યુ કે, અમે CWCમાં બે પ્રસ્તાવ રજૂ કર્યા છે. પ્રથમ મહાત્મા ગાંધી પર અને બીજું રાજકીય પ્રસ્તાવ પર પ્રસ્તાવ પાસ કરાયા છે.
તેમણે આગળ કહ્યું કે, કોંગ્રેસ 2025માં સંગઠનાત્મક સુધારણા કાર્યક્રમ શરૂ કરશે. આ અંતર્ગત દરેક સ્તરે નેતાઓની ક્ષમતાઓની સંપૂર્ણ તપાસ થશે. આ ઉપરાંત 26 જાન્યુઆરી 2025થી એક વર્ષ લાંબી બંધારણ બચાવો રાષ્ટ્રિય પદયાત્રા શરૂ કરવામાં આવશે.
જયરામ રમેશે કહ્યું કે, અમે માનીએ છીએ કે ભારત જોડો યાત્રાએ કોંગ્રેસને નવજીવન આપ્યું અને તે કોંગ્રેસની રાજનીતિમાં એક વળાંક હતો. આ પછી ભારત જોડો ન્યાય યાત્રા નીકળી અને હવે 26 જાન્યુઆરી 2025 ના રોજ અમે એક વર્ષ લાંબી સંવિધાન બચાવો રાષ્ટ્રીય માર્ચ શરૂ કરીશું.
આ સિવાય કોંગ્રેસ 27 ડિસેમ્બરે બેલગાવીમાં જય બાપુ, જય ભીમ અને જય બંધારણ રેલીનું આયોજન કરશે. તેમણે કહ્યું કે, બંધારણ બચાવો રાષ્ટ્રિય પદયાત્રા અંતર્ગત દરેક રાજ્યમાં ગામડેથી શહેર સુધી પદયાત્રાઓ કાઢવામાં આવશે. જેમાં તમામ મોટા નેતાઓ ભાગ લેશે. આ યાત્રામાં બંધારણ, આર્થિક વ્યવસ્થા, લોકશાહી, ચૂંટણી પંચ, અદાણી સહિતના તમામ મુદ્દા ઉઠાવવામાં આવશે.
જણાવી દઈએ કે, કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો પર પ્રશ્નો ઉઠાવ્યા અને ચૂંટણી પંચની ભૂમિકાને શંકાસ્પદ ગણાવી.
તેમણે કહ્યું કે, મતદાર યાદીમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. 2024ની લોકસભા ચૂંટણી પછી મહારાષ્ટ્રમાં 118 બેઠકો પર 72 લાખ મતદારો ઉમેરવામાં આવ્યા, જેમાંથી ભાજપે 102 બેઠકો જીતી. આ સ્પષ્ટ છે કે ક્યાંક કંઈક ખોટું થઈ રહ્યું છે.












Click it and Unblock the Notifications
