તેલંગાણાનો વિરોધ કરનાર 6 સાંસદોને કોંગ્રેસે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા
નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી: કોંગ્રેસે મંગળવારે પોતાના છ સાંસદોને પાર્ટીમાંથી બરતરફ કરી દીધા. નિકાળવામાં આવેલા તમામ સાંસદ આંધ્ર પ્રદેશના છે અને તેઓ તેલંગાણાના ગઠન પર લોકસભામાં વિરોધ કરી રહ્યા હતા. પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીમાંથી નિકાળવામાં આવેલા સાંસદોમાં સબ્બમ હરિ, જીવી હર્ષ કુમાર, વી અરૂણ કુમાર, એલ રાજગોપાલ, આર સંબાશિવ રાવ અને એ સાઇ પ્રતાપનો સમાવેશ થાય છે.
આ પહેલા પૃથક તેલંગાણા રાજ્યના ગઠન અને 1984ના શીખ વિરોધી રમખાણોના મુદ્દા પર જારી હોબાળાના કારણે લોકસભાની કાર્યવાહી મંગળવારે દિવસભર માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યે ફરીથી શરૂ થવા પર તેલંગાણા ગઠનનું સમર્થન અને વિરોધ કરી રહેલા આંધ્ર પ્રદેશના સાંસદ ગૃહની વચ્ચોવચ આવીને ઊભા થઇ ગયા.

હોબાળાની વચ્ચે લોકસભા અધ્યક્ષ મીરા કુમારે સંસદની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરી દીધી. તેલંગાણા ગઠન પર થઇ રહેલા વિરોધના કારણે સંસદની કાર્યવાહી પહેલા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
