For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસે યુપીમાં 2009 નો પ્લાન બનાવ્યો, 26 સીટો પર ફોકસ કરશે

કોંગ્રેસ આગામી લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં 2009માં લોકસભામાં મળી હતી તેવી જ જીત મેળવવા ઈચ્છે છે. એટલે કોંગ્રેસે વ્યૂહ રચના બનાવીને તૈયારી શરૂ કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ આગામી લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં 2009માં લોકસભામાં મળી હતી તેવી જ જીત મેળવવા ઈચ્છે છે. એટલે કોંગ્રેસે વ્યૂહ રચના બનાવીને તૈયારી શરૂ કરી દીધી છે. કોંગ્રેસે આગામી લોકસભાની ચૂંટણી માટે એવી બેઠકો શોધી છે, જ્યાં સારા પ્રદર્શનની આશા છે. યુપીમાં કુલ 80 લોકસભાની બેઠકો છે, જે દેશમાં અન્ય કોઈ રાજ્યની સરખામણીએ સૌથી વધુ છે. કોંગ્રેસ 80માંથી 26 બેઠકો પર ફોકસ કરી રહી છે.

આ પણ વાંચો: યુપીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓને પ્રિયંકા ગાંધીનો સંદેશ, પક્ષપાત ખતમ કરીને એક થાઓ

પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાને મોકલ્યા યુપી

પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાને મોકલ્યા યુપી

કોંગ્રેસે યુપીમાં પોતાની રાજકીય તાકાતનું વિશ્લેષણ કર્યું છે. કારણ કે હવે તેમની પાસે સમય ઓછો છે. આ જ લક્ષ્ય પ્રમાણે કોંગ્રેસ માત્ર ગણતરીની બેઠકો પર ફોકસ કરી રહી છે. કોંગ્રેસે આ જ મહિને રાજ્યમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યા બાદ પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાને મહાસચિવ બનાવ્યા છે. કોંગ્રેસ હાઈકમાન્ડે 2 મહિના કરતા પણ ઓછા સમયમાં રિઝલ્ટ મેળવવા માટે એવી સીટો પસંદ કરી છે, જ્યાં જીતી શકાય છે.

26 બેઠકો પર ફોકસ

26 બેઠકો પર ફોકસ

અમેઠી, રાયબરેલી અને સુલ્તાનપુર બેઠક પર ગાંધી પરિવારની પરંપરાગત બેઠકો રહી છે. પરંતુ બાકીની 23 બેઠકોમાંથી મોટા ભાગની બેઠકો પર કોંગ્રેસે 2009માં શાનદાર પ્રદર્શન કરતા જીત મેળવી હતી. કોંગ્રેસ આ બેઠકો પર પૂર્વ સાંસદો કે પ્રભારીઓને ચૂંટણી લડાવી શકે છે. આ 23 બેઠકો ઉપરાંત કોંગ્રેસ બીજી બેઠકો પર પણ ચૂંટણી લડશે પરંતુ અહીં જીતની આશા નથી. પ્રિયંકા ગાંધી અને સિંધિયાએ ગત અઠવાડિયે લખનઉમાં પશ્ચિમ અને પૂર્વ ઉત્તરપ્રદેશના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી.

સપા-બસા ગઠબંધનમાંથી કોંગ્રેસ બહાર

સપા-બસા ગઠબંધનમાંથી કોંગ્રેસ બહાર

બસપા અને સપામાં ગઠબંધનમાં જગ્યા નથી મળી, એટલે કોંગ્રેસે એકલા જ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. સપા-બસપા ગંઠબંધન અને ભાજપ એકબીજા સામે ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ આ મહામુકાબલામાં એકલી પડી ગઈ છે. જો કે પ્રિયંકાની એન્ટ્રી બાદ કોંગ્રેસને સમર્થન વધવાની આશા છે. જો કોંગ્રેસ રાજ્યમાં પોતાના મતદારોને સાચવી શકે તો સપા-બસપા અથવા ભાજપને નુક્સાન થઈ શકે છે. જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે કોંગ્રેસ ભાજપને જ નુક્સાન પહોંચાડી શકે છે, કારણ કે પાર્ટી સવર્ણો અને ખેડૂતોને આકર્ષી શકે છે. કેટલાક અન્ય લોકોનું માનવું છે કે કોંગ્રેસની હાજરીથી ભાજપ વિરોધી વોટ વહેંચાઈ શકે છે.

રાહુલે ફ્રન્ટફૂટ પર રમવાનું કહ્યું

રાહુલે ફ્રન્ટફૂટ પર રમવાનું કહ્યું

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ તાજેતરમાં જ કહ્યું હતું કે કોંગ્રેસ રાજ્યમાં ફ્રન્ટફૂટ પર રમશે. તેમણે કહ્યું હતું કે પાર્ટી અહીં જીતવા માટે મેદાનમાં ઉતરી છે. કોંગ્રેસ માટે જીતી શકાય તેવી બેઠકોની ઓળખ માટે પૂર્વ સાંસદ જીતેન પ્રસાદને ધૌરહરા અને સીતાપુર લોકસભા વિસ્તારની જવાબદારી સોંપાઈ છે, તો આરપીએન સિંહને કુશીનગર, પી એલ પુનિયાને બારાબંકી, રાજ્યસબાના સાંસદ સંજય સિંહને હરદોઈ અને રાજીવ શુક્લાને કાનપુરની જવાબદારી સોંપાઈ છે. અજયસિંહ લલ્લુ પાસે મહારાજગંજ અને મિર્ઝાપુરની જવાબદારી છે.

English summary
congress focusing on 26 loksabha seats of uttar pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X