For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓને પ્રિયંકા ગાંધીનો સંદેશ, પક્ષપાત ખતમ કરીને એક થાઓ

કોંગ્રેસના કાર્યકર્તાઓને પ્રિયંકાએ કહ્યું- પક્ષપાત છોડો

|
Google Oneindia Gujarati News

લખનઉઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મંગળવારે પાર્ટી કા્યકર્તાઓ સાથે વાતચીત કરતા કહ્યું કે તેમણે પક્ષપાત ખતમ કરવાની જરૂરત છે. પ્રિયંકા ગાંધીએ કાર્યકર્તાઓને આંતરિક મતભેદો ભૂલી પાર્ટી માટે કામ કરવા કહ્યું છે. પ્રિયંકાએ લખનઉ અને ઉન્નાવ વચ્ચે મોહનલાલગંજ મતવિસ્તારમાં સ્થાનિક નેતાઓ સાથે વાતચીત કરતા તેમણે ઝઘડા ભૂલી પાર્ટી માટે કામ કરવાનો વાયદો કરાવ્યો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધીને પૂર્વીય યૂપીની 41 લોકસભા સીટ અને જ્યોતિરાદિત્ય સિંધિયાને પશ્ચિમની 39 સીટોની જવાબદારી સોંપી છે.

પ્રિયંકા સોમવારે યૂપીના પ્રવાસ પર

પ્રિયંકા સોમવારે યૂપીના પ્રવાસ પર

પ્રિયંકા ગાંધી વાડ્રા સોમવારે ઉત્તર પ્રદેશના પ્રવાસ પર છે. સોમવારે તેમણે રાહુલ ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે લખનઉમાં મોટો રોડ શો કર્યો હતો. મંગળવારે તેમણે કાર્યકર્તાઓ સાથે પહેલીવાર વાત કરી. આ દરમિયાન તેમણે કાર્યકર્તાઓને એક થવાનો આગ્રહ કરતાં કોઈપણ મતવિસ્તાર માટે જે ઉમેદવારને પસંદ કરવામાં આવે તેને પક્ષાપાત છોડી પૂરો સહયોગ મળવો જોઈએ.

મોડે સુધી કરી નેતાઓ સાથે વાતચીત

મોડે સુધી કરી નેતાઓ સાથે વાતચીત

પ્રિયંકા ગાંધીએ દોઢ કલાક સુધી પાર્ટી કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે વાતચીત કરી છે. તેમણે આ દરમિયાન કાર્યકર્તાઓને પૂછ્યું કે જો તેઓ ઉમેદવાર ચૂંટે છે તો શું બધા તેમને પૂરું સમર્થન આપશે. તેમણે કહ્યું કે કોઈપણ ઉમેદવાર હોય, તેમની સાથે ઉભા રહો. હજુ 2019 માટે સમય ઓછો છે, છતાં પણ તાકાત લગાવો અને પછી વિધાનસભા ચૂંટણી માટે કામે લાગી જવાનું છે. તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે સંગઢનમાં કામ કરીને તેઓ બહુ ખુશ છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે પ્રત્યેક બૂથ પર 10-15 કાર્યકર્તાઓ હોવા જોઈએ, જે લોકોના ઘરોથી બહાર લાવી મતદાન કેન્દ્ર સુધી લાવવા માટે જવાબદાર હશે. પ્રિયંકા ગાંધીએ મંગળવારે દરેક ચૂંટણી ક્ષેત્રના જિલ્લા અધ્યક્ષોની મુલાકાત કરી લગભગ એક કલાકથી વધુ સમય સુધી વાતચીત કરી. આ બેઠક બુધાવરે પણ ચાલુ રહેશે.

સોમવારે કર્યો હતો રોડ શો

સોમવારે કર્યો હતો રોડ શો

કોંગ્રેસ મહાસચિવ બનાવ્યા બાદ સોમવારે પ્રિયંકા ગાંધી લખનઉ પહોંચ્યાં. લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક તરીકે ઓળખાતી પ્રિયંકા ગાંધીએ લખનઉમાં રોડ શો કર્યો. તેમના રોડ શોમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપરાંત પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બર, જ્યોતિરાદિત્ય સિંધિયા અને કોંગ્રેસના કેટલાય મોટા નેતા સામેલ થયા છે. પ્રિયંકા ગાંધીનો રોડ શો એરપોર્ટથી પાર્ટીના પ્દેશ મુખ્યાલય સુધી ચાલ્યો. આ રોડ શો માટે લગભગ 12 કિમી લાંબો રસ્તો નક્કી કર્યો. રોડ શોને આ વર્ષે થનાર લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની તૈયારી માનવામાં આવી રહ્યો છે. આ રોડ શોમાં આખો રસ્તો કોંગ્રેસના કાર્યકર્તાઓથી ભરેલો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન રોડ શોની બસ પરર રાફેલનો ફોટો લગાવવામાં આ્યો. આ દરમિયાન રાહુલ ગાંધીએ સતત મોદી પર નિશાન સાધ્યું અને ચોકીદાર હી ચો હૈના નારા પણ જનતા પાસે લગાવડાવ્યા.

મોદી ફરીથી બનશે પીએમ, નીતિશ કુમાર દાવેદાર નહિઃ પ્રશાંત કિશોર મોદી ફરીથી બનશે પીએમ, નીતિશ કુમાર દાવેદાર નહિઃ પ્રશાંત કિશોર

English summary
Priyanka gandhi to Congress Workers in Uttar Pradesh Guthbaazi Khatam Karo
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X