રાયબરેલીથી કોંગ્રેસ રોબર્ટ વાડ્રાને મેદાનમાં ઉતારવા જઈ રહી છે? જાણો શું છે હકિકત?
સોનિયા ગાંધીના જમાઈ અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે. અહેવાલો તો એવા પણ છે કે કોંગ્રેસ વાડ્રાને રાયબરેલીથી ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે.
ઉત્તર પ્રદેશના રાયબરેલી અને અમેઠી સંસદીય ક્ષેત્રથી ચૂંટણી લડવાના પ્રશ્ન પર તેમણે સંકેત આપ્યો કે જનતા ઇચ્છે છે કે તેઓ ચૂંટણી લડે. આ બંને મતવિસ્તારના લોકો ઈચ્છે છે કે ગાંધી પરિવારમાંથી કોઈ તેમનું પ્રતિનિધિત્વ કરે.

એબીપી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં રોબર્ટ વાડ્રાએ કહ્યું કે હું 1999 થી રાયબરેલી અને અમેઠીમાં પ્રચાર કરી રહ્યો છું. જ્યારે લોકો જુએ છે કે કેવી રીતે ભાજપ હંમેશા ચૂંટણી દરમિયાન ED દ્વારા મને ટાર્ગેટ કરે છે, ત્યારે લોકો માંગ કરે છે કે હું પણ જવાબ આપું. લોકોની માંગ છે કે હું સંસદમાં આવું, પછી તે રાયબરેલી બેઠક હોય, અમેઠી બેઠક હોય, મુરાદાબાદ બેઠક હોય, તેલંગાણાની હોય કે દિલ્હીની કોઈપણ બેઠક હોય.
વાડ્રાએ કહ્યું કે, રાયબરેલી અથવા અમેઠીના લોકો ચોક્કસપણે ઇચ્છે છે કે ગાંધી પરિવારમાંથી કોઈ તેમનું પ્રતિનિધિત્વ કરે અને હવે તેમને એ વાતનો પણ અફસોસ છે કે તેઓએ રાહુલ ગાંધીને ભાજપની સ્મૃતિ ઈરાનીએ દૂર કર્યા.
બીજેપી દ્વારા પોતાને નિશાન બનાવવા અંગે રોબર્ટ વાડ્રાએ કહ્યું કે, હું માનું છું કે હવે પ્રિયંકા ગાંધીનો સમય છે. પહેલા તે સંસદમાં આવશે. જ્યારે તે આ અંગે નિર્ણય લેશે ત્યારે હું સંસદમાં આવીશ. BJP ED અને અન્ય એજન્સીઓનો દુરુપયોગ કરે છું. હું પણ ઘણો ભોગ બન્યો છું પણ હું આ બધામાંથી શીખું છું.












Click it and Unblock the Notifications
