• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભાજપ દેશના મહાનુભાવોને બનાવશે પોતાના ચૂંટણી હથિયાર

|

2019 ની લોકસભા ચૂંટણીઓ માટે જેમ જેમ ગરમાવો વધી રહ્યો છે તેમ તેમ રાજકીય દળોએ પણ એકબીજા પર હુમલા વધારી દીધા છે. આવનારા દિવસોમાં દેશના લોકો એક નવા પ્રકારની રાજકીય ચર્ચા સાંભળવા મળશે. આ ચર્ચા વર્તમાન મુદ્દાઓના બદલે ભાજપ સામે કોંગ્રેસના જૂના નેતાઓ અને વિચારકોના યોગદાન પર થશે. હાલમાં કોંગ્રેસ મોદી સરકાર પર હુમલાવર છે. તે માત્ર પ્રધાનમંત્રી મોદીની નીતિઓ અને સરકારના ભ્રષ્ટાચાર અંગે સવાલ નથી ઉઠાવી રહી પરંતુ તેના નિશાના પર પાર્ટી અધ્યક્ષ અમિત શાહ અને ભાજપના વિચારો પણ છે. ભાજપ કોંગ્રેસના આ હુમલાઓના સતત જવાબ આપી રહી છે જ્યાં તે પોતાના ઈતિહાસના મોટા ચહેરાઓને કોંગ્રેસના મોટા ચહેરાઓ સામે ઉભા કરશે.

યોગદાનનું થશે મહિમાગાન

યોગદાનનું થશે મહિમાગાન

ભાજપ શ્યામાપ્રસાદ મુખર્જી, દીનદયાળ ઉપાધ્યાય અને અટલ બિહારી વાજપેયી જેવા નેતાઓના યોગદાનથી જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને ઘણા અન્ય કોંગ્રેસ નેતાઓના યોગદાનનો જવાબ આપવા ઈચ્છે છે. ભાજપ લોકોના દિમાગમાં એ ભ્રમ પેદા કરવામાં સફળ થઈ રહી છે કે સરદાર પટેલ, લાલ બહાદૂર શાસ્ત્રી અને પી વી નરસિંહ રાવ જેવા નેતાઓને કોંગ્રેસમાં ઉચિત સમ્માન આપવામાં નથી આવ્યુ.

આ પણ વાંચોઃ આસારામની સહયોગી શિલ્પીની 20 વર્ષની જેલની સજા સ્થગિત

મહાપુરુષોને હથિયાર બનાવવાની કોશિશ

મહાપુરુષોને હથિયાર બનાવવાની કોશિશ

કોંગ્રેસનું કહેવુ છે કે ભાજપ સરદાર પટેલ અને મહાત્મા ગાંધી જેવા તેમના નેતાઓનો ઉપયોગ પોતાના રાજકીય ફાયદા માટે કરવાની કોશિશ કરી રહી છે. સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત 2 ઓક્ટોબરે કરવામાં આવી અને હવે સરદાર પટેલની 182 મીટર ઉંચી મૂર્તિનું ઉદઘાટન કરવાની યોજના બનાવી રહી છે. ભાજપ પહેલા જ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના વિચાર અને દર્શને આગળ વધારવાનો દાવો કરી રહી છે. ડૉ. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરનું નિર્માણ કરીને પણ પક્ષે એક ખાસ વર્ગને એ સંદેશ આપવાની કોશિશ કરી છે કે તે તેમની સાથે છે.

નેતાઓના નામે યોજનાઓ

નેતાઓના નામે યોજનાઓ

ભાજપના વાર્ષિક કેલેન્ડરમાં 23 જૂનનો દિવસ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ રૂપે અંકિત છે. દીનદયાળ ઉપાધ્યાયના જન્મ શતાબ્દી વર્ષના સમારંભમાં એનડીએ સરકારે મોટાપાયે ઉજવ્યો હતો અને તેમના જન્મદિવસ 25 સપ્ટેમ્બરે મોટા કાર્યક્રમ પણ કર્યા હતા. ઘણી સરકારી યોજનાઓના નામ દીનદયાળ ઉપાધ્યાય કે અટલ બિહારી બાજપેયીના નામ પર રાખવામાં આવી છે. અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ 25 ડિસેમ્બરે આવે છે અને આ વર્ષે તેમના યોગદાને પ્રદર્શિત કરીને મોટાપાયો ઉજવવામાં આવશે.

કોંગ્રેસે માત્ર એક પરિવારને આગળ વધાર્યુ

કોંગ્રેસે માત્ર એક પરિવારને આગળ વધાર્યુ

ભાજપ સતત કોંગ્રેસ પર માત્ર એક જચ પરિવારના નેતાઓને આગળ વધારવાનો આરોપ લગાવતી રહે છે. ભાજપ તેમના પર ભ્રષ્ટાચારથી લઈને દેશ માટે ખોટી નીતિઓ અપનાવવાના આરોપ લગાવી રહી છે. બંને પક્ષો તરફથી આવા હુમલા ચૂંટણી નજીક આવતા વધી જશે અને એમાં કોઈ પાછળ રહેવા નથી ઈચ્છતુ. પરંતુ મોટો સવાલ એ છે કે શું સામાન્ય જનતાના મુદ્દે પણ કોઈ ચર્ચા થશે કે માત્ર તેમની ભાવનાઓને ભડકાવીને તેમના મત માંગવામાં આવશે.

આ પણ વાંચોઃ સીએમ યોગીઃ વિવેક તિવારીનું એન્કાઉન્ટર નથી થયુ, જરૂર પડી તો CBI તપાસ થશે

English summary
Congress icons verses BJP icons to be battled out during 2019 LS polls
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X