ફ્લોર ટેસ્ટ પહેલા રિસોર્ટમાં જ રહેશે કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યો
કર્ણાટકમાં આજે થનારા જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકારના ફ્લોર ટેસ્ટ પહેલા બંને પક્ષો કોઈ પણ પ્રકારનું જોખમ લેવા નથી ઈચ્છતા. જેડીએસ-કોંગ્રેસના ધારાસભ્યો ફ્લોર ટેસ્ટ થવા સુધી બેંગલુરુના રિસોર્ટમાં જ રહેશે.
કર્ણાટકમાં આજે થનારા જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકારના ફ્લોર ટેસ્ટ પહેલા બંને પક્ષો કોઈ પણ પ્રકારનું જોખમ લેવા નથી ઈચ્છતા. એટલા માટે જ જેડીએસ-કોંગ્રેસના તમામ ધારાસભ્યો બપોરે 12 વાગ્યા સુધી ફ્લોર ટેસ્ટ થવા સુધી બેંગલુરુના રિસોર્ટમાં જ રહેશે. આ પહેલા જ્યારે યેદુરપ્પા સરકારનો ફ્લોર ટેસ્ટ થવાનો હતો ત્યારે પણ કોંગ્રેસે પોતાના તમામ ધારાસભ્યોને અલગ હોટલમાં રાખ્યા હતા જેથી તેમને કોઈ પણ પ્રકારના ખરીદ-વેચાણથી બચાવી શકાય.

જો કે જેડીએસે દાવો કર્યો છે કે તેને ફ્લોર ટેસ્ટ માટે કોઈ ચિંતા નથી. મુખ્યમંત્રી કુમારસ્વામીએ કહ્યુ કે મને કોઈ ચિંતા નથી. અમે બહુમત સાબિત કરીશુ. તમને જણાવી દઈએ કે બપોરે 12.15 વાગે વિધાનસભાની કાર્યવાહી શરૂ થશે અને બે વાગે કુમારસ્વામી વિધાનસભામાં પોતાનો વિશ્વાસમત પ્રસ્તાવ રજૂ કરશે. એ જોવાનું રસપ્રદ રહેશે કે શું કોંગ્રેસ અને જોડીએસ પોતાના ધારાસભ્યોને બચાવી શકે છે કે નહિ.
ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં કોંગ્રેસના ખાતામાં કુલ 78 સીટો આવી છે જ્યારે જેડીએસના ખાતામાં માત્ર 38 સીટો આવી છે. કર્ણાટકમાં કુલ 222 સીટો પર થયેલ ચૂંટણીમાં ભાજપે 104 સીટો પર જીત મેળવી છે. પ્રદેશમાં કુલ 34 મંત્રીઓની જગ્યા છે જેમાં માનવામાં આવી રહ્યુ છે કે કોંગ્રેસના ખાતામાં 22 મંત્રાલય જશે અને જેડીએસના ખાતામાં 12 મંત્રાલય જઈ શકે છે. જો કે આના પર હજુ અંતિમ નિર્ણય આવ્યો નથી.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન








Click it and Unblock the Notifications
