કોંગ્રેસ નેતા અહેમદ પટેલના પરિવાર પર મની લોન્ડ્રિંગનો આરોપ

Posted By:
Subscribe to Oneindia News

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ, તેમના પુત્ર ફૈસલ પટેલ અને જમાઇ ઇરફાન સિદ્દીકીને ઇડી તપાસ અંતર્ગત પૂછપરછ કરવામાં આવી છે. અને આ ત્રણેય નામોને કોર્પોરેટ એક્ઝિક્યૂટિવે મની લોન્ડ્રિંગના આરોપમાં ઇડી સાથે પૂછપરછ વખતે લેવામાં આવ્યા છે. ઇડીએ સંદેસરા ગ્રુપના કર્મચારી સુનિલ યાદવને પુછપરછ કરી હતી અને આ દરમિયાન તેણે લેખિત નિવેદનમાં આ આરોપ લગાવ્યો છે. લેખિત નિવેદનમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે મોટા રાશિને સંદેસરા ગ્રુપે સિદ્દીકીને આપી હતી. આ રાશિ સંદેસરા ગ્રુપના ચેતન સંદેસરા અને તેમના સહયોગી ગગન ધવનને આપી હતી. યાદવે ઇડીને જણાવ્યું કે તેને આ પૈસા ફૈસલ પટેલને આપ્યા હતા. આ પૈસા ચેતન સંદેસરા તરફથી આપવામાં આવ્યા હતા.

Ahmed Patel

સાથે જ યાદવે જણાવ્યું હતું કે ચેતન અનેક વાર અહેમદ પટેલના ઘરે જતા આવતા હતા. અને તેમના ઘરને જ સંદેસરાનું હેડક્વાટર માનવામાં આવતું હતું. નોંધનીય છે કે યાદવના નિવેદનને મની લોન્ડ્રિંગ એક્ટ સેક્શન 50 હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. અને ન્યાયિક પ્રક્રિયા હેઠળ તેને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે. આ મોટા ખુલાસા મામલે અહેમદ પટેલને પૂછતા તેમણે મૌન સાંધ્યું હતું. જો કે તેમના એક નજીકના પરિવારજને આ વાતને રાજનૈતિક કાવતરું ગણાવ્યું હતું. અને જણાવ્યું હતું કે આ દ્વારા અહેમદ પટેલ અને તેના પરિવારને બદનામ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ ચેતન સંદેસરા ઇડીના સમન પછી પણ ગેરહાજર છે. અને ગગન ધવનની અટક કરવામાં આવી છે. યાદવે ઇડીને જણાવ્યું કે દિલ્હીના વસંત વિહારમાં સંદેસરાએ સંપત્તિ ખરીદી હતી જેની પર સિદ્દકીનો કબ્જો હતો. ત્યારે હાલ તો આ કેસમાં તપાસ ચાલી રહી છે.

English summary
Congress leader Ahmed Patel and his family under the scanner of ED for alleged money laundering. Executive reveals big on the money laundering.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.