For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જે પણ કોંગ્રેસ અધ્યક્ષ બનશે તે ગાંધી પરિવાર હેઠળ કામ કરશેઃ દિગ્વિજય સિંહ

નામાંકન ભરવાના એક દિવસ પહેલા દિગ્વિજય સિંહે સ્પષ્ટ કરી દીધુ કે જે પણ કોંગ્રેસ અધ્યક્ષ બનશે તે ગાંધી પરિવારની અંદર કામ કરશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ આજે નામાંકન ભરી શકે છે. તમને જણાવી દઈએ કે આ રેસમાં નેતા શશિ થરુર પણ છે. નામાંકન ભરવાના એક દિવસ પહેલા દિગ્વિજય સિંહે સ્પષ્ટ કરી દીધુ કે જે પણ કોંગ્રેસ અધ્યક્ષ બનશે તે ગાંધી પરિવારની અંદર કામ કરશે. દિગ્વિજય સિંહે કહ્યુ કે, 'ભલે અધ્યક્ષ ગમે તે બને ગાંધી પરિવાર અમારા નેતા રહેશે. હું અહીં ફૉર્મ ભરવા માટે છુ અને પછી હું ભારત જોડો યાત્રામાં શામેલ થવા માટે પાછો જઈશ. દરેક પીસીસી પ્રતિનિધઇને કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી લડવાનો અધિકાર છે. મે નહેરુ-ગાંધી પરિવાર સાથે પોતાના નામાંકન પર ચર્ચા નથી કરી. હું એકે એંટની અને ખડગે સહિત ઘણા વરિષ્ઠ નેતાઓને મળ્યો છુ.'

 Digvijaya

દિગ્વિજય સિંહે કહ્યુ, 'નહેરુ-ગાંધી પરિવાર અમારા નેતા રહેશએ. જે પણ પાર્ટી અધ્યક્ષ બનશે તે તેમના નેતૃત્વમાં કામ કરશે. અમારી પ્રાથમિકતા એ જોવાની છે કે દેશમાં સ્થિતિ કેવી રીતે સુધરે છે, દેશને વિભાજિત નહિ થવા દઈએ અથવા બંધારણને નબળુ નહિ પડવા દઈએ.' આ પહેલા રાજસ્થાન કોંગ્રેસ ધારાસભ્ય સચિન પાયલટે પાર્ટીના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. સચિન પાયલટ સોનિયા ગાંધીને મળવા માટે ત્યારે ગયા જ્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે વફાદારોના વિરોધ બાદ કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણીમાંથી પોતાની ઉમેદવારી પાછી લઈ લીધી.

સીએમ અશોક ગેહલોતે દિલગીરી વ્યક્ત કરીને કહ્યુ કે, 'હું કોચ્ચિમાં રાહુલ ગાંધીને મળ્યો અને તેમને કોંગ્રેસ અધ્યક્ષ માટે ચૂંટણી લડવાનો અનુરોધ કર્યો. જ્યારે તેમણે સ્વીકાર ના કર્યો ત્યારે મે કહ્યુ કે હું ચૂંટણી લડીશ પરંતુ હવે રાજસ્તાનમાં રાજકીય સંકટ સાથે મે ચૂંટણી નહિ લડવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા બે દિવસમાં રાજ્યમાં જે કંઈ પણ થયુ તેણે સહુને ચોંકાવી દીધા છે.'

બીજી તરફ, કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે ગુરુવાલે દિલ્લીમાં કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી. તેઓ અગાઉ સોમવારે પણ ગાંધીને મળ્યા હતા. કોંગ્રેસ નેતા શશિ થરુરે જણાવ્યુ કે તેઓ શુક્રવારે બપોરે 12.15 વાગે તેમનુ નામાંકન દાખલ કરશે. ત્યારબાદ 1 વાગે તેમના નિવાસસ્થાન 97 લોધી એસ્ટેટમાં પ્રેસ કૉન્ફરન્સ કરશે. તેમણે દિગ્વિજય સિંહની ઉમેદવારી આવકારી અને કહ્યુ કે આ મૈત્રીપૂર્ણ સ્પર્ધા રહેશે.

English summary
Congress leader Digvijaya singh says whoever becomes Congress President will work under Gandhi Family.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X