દિગ્વિજય સિંહે પુલવામા આતંકી હુમલાને ગણાવી ‘દૂર્ઘટના', પીએમ મોદીને પૂછ્યા સવાલ
પુલવામા હુમલા બાદમાં રાજકીય ગરમી ઠંડી પડવાનું નામ નથી લઈ રહી. કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે પુલવામા આતંકી હુમલાને દૂર્ઘટના ગણાવી એકવાર ફરીથી વિવાદને હવા આપી દીધી છે.
પુલવામા હુમલા બાદમાં રાજકીય ગરમી ઠંડી પડવાનું નામ નથી લઈ રહી. કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે પુલવામા આતંકી હુમલાને દૂર્ઘટના ગણાવી એકવાર ફરીથી વિવાદને હવા આપી દીધી છે. દિગ્વિજય સિંહે ઘણા ટ્વીટ કર્યા અને સરકારને સવાલ પૂછ્યા. આ દરમિયાન તેમણે કહ્યુ, 'પરંતુ પુલવામા દૂર્ઘટના બાદ આપણી વાયુસેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈક બાદ અમુક વિદેશીમાં શંકા પેદા કરવામાં આવી રહી છે જેનાથી આપણી ભારત સરકારની વિશ્વસનીયતા પર પણ પ્રશ્નચિહ્ન લાગી રહ્યા છે.'

પુલવામા આતંકી હુમલાને ગણાવી ‘દૂર્ઘટના'
દિગ્વિજય સિંહે પુલવામા હુમલા બાદ વાયુસેનાની એર સ્ટ્રાઈક પર ઘણા ટ્વીટ કર્યા. તેમણે લખ્યુ, ‘અમને અમારી સેના અને તેમની બહાદૂરી પર ગર્વ છે તેમજ સંપૂર્ણ વિશ્વાસ છે. સેનામાં મે મારા અનેક પરિચિતો તેમજ નિકટના સંબંધીઓને જોયા છે કઈ રીતે તે પોતાના પરિવારને છોડીને આપણી સુરક્ષા કરે છે. અમે તેમનુ સમ્માન કરીએ છીએ.'
|
એર સ્ટ્રાઈક વિશે પીએમ મોદીને પૂછ્યા સવાલ
બીજી ટ્વીટમાં દિગ્વિજય સિંહે પુલવામા આતંકી હુમલાને દૂર્ઘટના ગણાવતા લખ્યુ, ‘પરંતુ પુલવામા દૂર્ઘટના બાદ આપણી વાયુસેના દ્વારા કરવામાં આવેલ એર સ્ટ્રાઈક બાદ અમુક વિદેશી મીડિયામાં શંકા પેદા કરવામાં આવી રહી છે જેનાથી આપણી ભારત સરકારની વિશ્વસનીયતા પર પણ પ્રશ્નચિહ્ન લાગી રહ્યા છે. પ્રધાનમંત્રીજી તમારી સરકારના અમુક મંત્રી કહે છે 300 આતંકવાદી માર્યા ગયા, ભાજપ અધ્યક્ષ કહે છે 250 માર્યા ગયા છે, યોગી આદિત્યનાથ કહે છે 400 માર્યા ગયા અને તમારા મંત્રી કહે છે એક પણ નથી મર્યો અને તમે આ વિષયમાં મૌન છો. દેશ જાણવા ઈચ્છે છે કે આમાં જૂઠ્ઠુ કોણ છે.'
|
અમિત શાહના નિવેદનનો આપ્યો હવાલો
‘મોદીજી સવાલ ના રાજકારણનો છે ના સત્તાનો. સવાલ એ કકળતી બહેનોનો છે જેમણે પોતાના ભાઈ ખોયા છે, સવાલ એ માનો છે જેમના લાડલા શહીદ થયા છે અને સવાલ એ વીરાંગનાનો છે જેણે પોતાના પતિ ખોયા છે. તેમના સવાલોના જવાબ તમે ક્યારે આપશો? દિગ્વિજય સિંહે આગલા ટ્વીટમાં સવાલ કર્યા.'

એર સ્ટ્રાઈકનું રાજનીતિકરણ કરવાનો ભાજપ પર લગાવ્યો આરોપ
તેમણે કહ્યુ, ‘તમે તમારા વરિષ્ઠ નેતા તેમજ પક્ષ સેનાની સફળતાને જે રીતે ભાજપ માત્ર પોતાની સફળતા સાબિત કરી ચૂંટણી મુદ્દો બનાવવાનો પ્રયત્ન કરી રહી છે તે આપણા દેશના સુરક્ષાકર્મીઓની બહાદૂરી અને સમર્પણનું અપમાન છે. દેશનો દરેક નાગરિક ભારતીય સેના તેમજ સમસ્ત સુરક્ષાકર્મીઓનું સમ્માન કરે છે.'












Click it and Unblock the Notifications
