For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અર્નબ ગોસ્વામી સામે કોંગ્રેસ નેતાઓએ નોંધાવી ફરિયાદ, તત્કાલ ધરપકડની માંગ

Republic TVના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામી( Arnab Goswami) સામે કોંગ્રેસ નેતાએ મુંબઈના કાંદિવલી સ્થિત સમતા નગર પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ Republic TVના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામી( Arnab Goswami) સામે કોંગ્રેસ નેતાએ મુંબઈના કાંદિવલી સ્થિત સમતા નગર પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત નિર્મલનગર પોલિસ સ્ટેશન પર પણ અર્નબ સામે ફરિયાદ નોંધવવામાં આવી છે. આ ફરિયાદ અર્નબ ગોસ્વામી અને બાર્કના પૂર્વ સીઈઓ પાર્થોદાસ ગુપ્તા વચ્ચે થયેલી વૉટ્સએપ ચેટ લીક થયા બાદ નોંધાવવામાં આવી છે. આ ચેટમાં 2019માં વાયુસેનાએ બાલાકોટમાં જે એર સ્ટ્રાઈક કરી હતી તેની ચર્ચા કરવામાં આવી છે.

arnab goswami

કોંગ્રેસ નેતા સચિન સાવંતે ફરીયાદની એક કૉપી ટ્વિટર પર પણ ટ્વિટ કરી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યુ, અધિકૃત રીતે કાંદિવલી સમતા નગર પોલિસ સ્ટેશન પર એસપી મોહિત અને વરિષ્ઠ પીઆઈ હકેને મળીને અર્નબ ગોસ્વામી સામે ફરિયાદ નોંધાવી અને માંગ કરી છે કે તત્કાલ અર્નબ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવે કારણકે તેમણે ઓએસએની કલમ 5નુ ઉલ્લંઘન કર્યુ છે. આ સત્ય સામે આવવુ જોઈએ કે છેવટે અર્નબને બાલાકોટ સ્ટ્રાઈકની માહિતી કોણે આપી.

સમતા નગર પોલિસ સ્ટેશનના એક અધિકારીએ આ વાતની પુષ્ટિ કરીને જણાવ્યુ કે અર્નબ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા દાસગુપ્તા અને ગોસ્વામી વચ્ચે થયેલી વાતચીતા સ્ક્રીનશૉટ પણ મુંબઈ પોલિસે ટીઆરપી સ્કેમમાં પોતાની ચાર્જશીટમાં દાખલ કર્યા છે. ચાર્જશીટમાં 14 અન્ય લોકોના નામ પણ શામેલ કરવામાં આવ્યા છે. હાલમાં દાસગુપ્તા જેલમાં બંધ છે. નિર્મલ નગર પોલિસ સ્ટેશનમાં અર્નબ ગોસ્વામી સામે ફરિયાદ કોંગ્રેસ ધારાસભ્ય જીશાન સિદ્દીકીએ નોંધાવી છે.

દિલ્લીમાં અનુભવાયા ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 2.8દિલ્લીમાં અનુભવાયા ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 2.8

English summary
Congress leader filed complaint against Arnab Goswami.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X