For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કમલનાથ બન્યા મધ્ય પ્રદેશના નવા મુખ્યમંત્રી, કોઈ નહિ બને ઉપ મુખ્યમંત્રી

રાહુલ ગાંધી સાથે ચાલેલી લાંબી બેઠક બાદ કમલનાથના નામ પર મહોર લગાવી દેવામાં આવી છે. કમલનાથ મધ્ય પ્રદેશના 18માં મુખ્યમંત્રી હશે.

|
Google Oneindia Gujarati News

મધ્ય પ્રદેશના નવા મુખ્યમંત્રીનું સસ્પેન્સ ખતમ હવે ખતમ થઈ ગયુ છે. રાહુલ ગાંધી સાથે ચાલેલી લાંબી બેઠક બાદ કમલનાથના નામ પર મહોર લગાવી દેવામાં આવી છે. કમલનાથ મધ્ય પ્રદેશના 18માં મુખ્યમંત્રી હશે. દિલ્લીથી ભોપાલ પહોંચેલા કમલનાથે ધારાસભ્યોની બેઠક કરી. બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં કમલનાથના નામનું એલાન કરવામાં આવ્યુ. આ સાથે જ એ સમાચાર પણ આવ્યા કે રાજ્યમાં કોઈને પણ ઉપ મુખ્યમંત્રી બનાવવામાં નહિ આવે.

આ પણ વાંચોઃ દિલ્લી વિધાનસભાના રજત જયંતિ સમારંભમાં શામેલ નહિ થાય અડવાણીઆ પણ વાંચોઃ દિલ્લી વિધાનસભાના રજત જયંતિ સમારંભમાં શામેલ નહિ થાય અડવાણી

kamalnath

ધારાસભ્યોને સંબોધિત કરતા કમલનાથે કહ્યુ કે, 'આ પદ મારા માટે મીલનો પત્થર. 13 ડિસેમ્બરે ઈન્દિરાજી છિન્દવાડા આવ્યા હતા. મને જનતાને સોંપ્યો હતો. જ્યોતિરાદિત્યનો આભાર કે તેમણે મને સમર્થન આપ્યુ. તેમના પિતાજી સાથે મે કામ કર્યુ છે. એટલા માટે તેમના સમર્થન પર ખુશી થઈ. હવેનો સમય પડકારોનો છે. આપણે બધા સાથે મળીને આપણુ વચનપત્ર પૂરુ કરીશુ. મને પદની કોઈ ભૂખ નથી. મારી કોઈ માંગ નહોતી. મે મારુ સમગ્ર જીવન કોઈ પદની ભૂખ વિના કોંગ્રેસ પાર્ટીને સમર્પિત કર્યુ. મે સંજય ગાંધીજી, ઈન્દિરાજી, રાજીવજી અને હવે રાહુલ ગાંધી સાથે કામ કરી રહ્યો છુ.'

પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કમલનાથે કહ્યુ કે, મધ્ય પ્રદેશની જનતાનો હું આભારી છુ. મધ્ય પ્રદેશનું ભવિષ્ય સુરક્ષિત રહેશે. મારી કોશિશ રહેશે કે હું જનતાના વિશ્વાસને કાબિલ બની રહુ. અમે અમારા શપથપત્રમાં જે વચનો આપ્યા છે તે પૂરા કરીશુ. શપથ પર સવાલ પૂછાવા પર કમલનાથે કહ્યુ કે કાલે અમે 10.30 વાગે ગવર્નરને મળીશુ. ત્યારબાદ શપથની તારીખનું એલાન કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કમલનાથ 17 ડિસેમ્બરે ભોપાલમાં થપશ લેશે. આ પહેલા દિલ્લીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરીને નીકળેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યુ હતુ કે આ કોઈ રેસ નથી અને આ ખુરશી માટે નથી. અમે અહીં મધ્ય પ્રદેશની જનતાની સેવા માટે છે. હું ભોપાલ આવી રહ્યો છુ અને આજે જ સીએમના નામનુ એલાન થશે.

તમને જણાવી દઈએ કે બંને નેતાઓ વચ્ચે જ મુખ્યમંત્રી પદની રેસ હતી. બંને જ લોકપ્રિય નેતા છે અને પોતાની અળગ ઓળખ ધરાવે છે. કમલનાથ મધ્ય પ્રદેશના કોંગ્રેસ પ્રમુખ છે તો સિંધિયા પ્રચાર સમિતિના પ્રમુખ છે. કમલનાથની ઓળખ એક અનુભવી વાર્તાકારની રહી છે પરંતુ સિંધિયા મધ્ય પ્રદેશમાં વધુ લોકપ્રિય ચહેરો રહ્યા છે. કમલનાથને દિગ્વિજય સિંહનું પણ સમર્થન છે. વળી, સિંધિયાના કારણે કોંગ્રેસને ગ્વાલિયર, ચંબલ પ્રભાગમાં મોટી જીત મળી છે જેનો તેમણે દાવો પણ કર્યો હતો.

English summary
congress leader Kamal Nath becomes new Chief Minister of Madhya Pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X