Pawan Kheda : કોંગ્રેસ નેતા પવન ખેડાની દિલ્હી એરપોર્ટ પરથી આસામ પોલીસે કરી ધરપકડ
Pawan Kheda : કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાને દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટમાંથી ઉતર્યા બાદ આસામ પોલીસે ધરપકડ કરી લીધી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાની ધરપકડ ત્યારે કરવામાં આવી,ત્યારે તેઓ રાયપુરમાં કોંગ્રેસના અધિવેશનમાં જઈ રહ્યા હતા
Pawan Kheda : કોંગ્રેસ નેતા પવન ખેડાની ગુરુવારના રોજ દિલ્હી એરપોર્ટથી આસામ પોલીસે ધરપકડ કરી છે. કોંગ્રેસ નેતા જ્યારે ઇન્ડિગોની ફ્લાઇટમાંથી આસામ પોલીસે ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, AICCની બેઠકમાં ભાગ લેવા માટે કોંગ્રેસ નેતાઓના ગૃપ સાથે રાયપુર જઇ રહ્યા હતા. કોંગ્રેસના સિનિયર પ્રવક્તા પવનને ઇન્ડિગોની ફ્લાઇટથી બહાર નીકળવા માટે મજબૂર કર્યા હતા.

કોંગ્રેસ નેતા પવન ખેડાની આસામ પોલીસે ગુરુવારના રોજ દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. કોંગ્રેસના નેતાની પોલીસે AICCની બેઠક માટે કોંગ્રેસના નેતાઓના મોટા જૂથ સાથે ઈન્ડિગોની ફ્લાઈટમાં રાયપુર જઈ રહ્યા હતા, ત્યારે તેની ધરપકડ કરી હતી. કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા પવન જ્યારે કોંગ્રેસના નેતાઓના જૂથ સાથે રાયપુર જઈ રહ્યા હતા, ત્યારે તેમને ઈન્ડિગોની ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા.

આસામ પોલીસના આઈજીએ પહેલા જ નિવેદન આપ્યું હતું કે, આસામ પોલીસની એક ટીમને એક કેસના સંબંધમાં પવન ખેડાના રિમાન્ડ લેવા માટે દિલ્હી મોકલવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસ નેતાની આસામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે તેમની સાથે રાયપુર જતા ઘણા કોંગ્રેસી નેતાઓ ઈન્ડિગો ફ્લાઈટમાંથી નીચે ઉતર્યા હતા અને દિલ્હી એરપોર્ટ પર સૂત્રોચ્ચાર કરતા પ્લેનની બાજુમાં જ ધરણા કર્યા હતા.
કોંગ્રેસના નેતા ખેડાએ જણાવ્યું હતું કે, તેમને અગાઉ કહેવામાં આવ્યું હતું કે, તેમના સામાનમાં સમસ્યા છે. જોકે મારી પાસે માત્ર હેન્ડ બેગ હતી. તેઓએ મને જણાવ્યું કે ડીસીપી (ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ) તમને મળશે એટલે તમે ઉડી નહીં શકો. મેં એક કલાક રાહ જોઈ. જે બાદ આસામ પોલીસે મારી ધરપકડ કરી હતી. તેમણે જણાવ્યું કે શું આ કાયદાનો નિયમ છે.
ઈન્ડિગો એરલાઈને એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે "પોલીસે દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટ 6E 204 થી રાયપુર જતી એક પેસેન્જરને ઓફલોડ કરી હતી. કેટલાક અન્ય મુસાફરોએ પણ પોતાની મરજીથી નીચે ઉતરવાનું નક્કી કર્યું છે. અમે સંબંધિત અધિકારીઓની સલાહને અનુસરી રહ્યા છીએ. વિલંબ થયો અને અન્ય મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ.

Click it and Unblock the Notifications