For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વરિષ્ઠ નેતાએ માન્યું કે પ્રિયંકા ગાંધી કોંગ્રેસમાં દલાલી બંધ કરશે

દેશની રાજનીતિના ઇતિહાસમાં પહેલીવાર કોઈ પ્રધાનમંત્રીએ જાતે સ્વીકાર કર્યું હતું કે કેન્દ્રથી જયારે 1 રૂપિયો મોકલવામાં આવે છે ત્યારે લોકો પાસે ફક્ત 15 પૈસા જ પહોંચે છે.

|
Google Oneindia Gujarati News

દેશની રાજનીતિના ઇતિહાસમાં પહેલીવાર કોઈ પ્રધાનમંત્રીએ જાતે સ્વીકાર કર્યું હતું કે કેન્દ્રથી જયારે 1 રૂપિયો મોકલવામાં આવે છે ત્યારે લોકો પાસે ફક્ત 15 પૈસા જ પહોંચે છે. પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના આ નિવેદન પછી ફરી એકવાર પાર્ટીના વરિષ્ઠ નેતા ઘ્વારા આ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે પાર્ટીની અંદર દલાલી ચાલી રહી છે. પરંતુ પ્રિયંકા ગાંધી આ દલાલીને ખતમ કરી શકે છે. રાજીવ ગાંધીની દીકરી પ્રિયંકા ગાંધીએ અધિકારીક રીતે રાજનીતિમાં એન્ટ્રી કરી લીધી છે અને પાર્ટીના નેતાઓને આશા છે કે તેઓ દલાલી ખતમ કરી શકે છે.

આ પણ વાંચો: મોટો સર્વેઃ પ્રિયંકા ગાંધીની એન્ટ્રીથી કોને થશે વધુ નુકશાન, સપા-બસપા કે ભાજપ?

દલાલી ખતમ કરી શકે છે

દલાલી ખતમ કરી શકે છે

ઉત્તરપ્રદેશ કોંગ્રેસ સમિતિના સભ્ય રમેશ મિશ્રા ઘ્વારા જણાવવામાં આવ્યું કે પ્રિયંકા ગાંધી દલાલી દૂર થઇ શકે છે. દલાલીને કારણે પાર્ટી આજે પ્રદેશમાં સમેટાઈ ચુકી છે. પ્રિયંકા ગાંધીની એન્ટ્રી બાદ, કોંગ્રેસમાં દલાલી કરવાની વ્યવસ્થા સમાપ્ત થઈ શકે છે, જે દરેક જિલ્લામાં ચાલે છે. બેઠક વહેંચણીમાં ચાલતી દલાલી સમાપ્ત થઈ શકે છે. સીટના વહેંચણીમાં સામેલ વરિષ્ઠ નેતાઓ બીજી લાઈનના નેતાઓને આગળ વધવા દેતા નથી. પરંતુ પ્રિયંકા ગાંધી સીધી લોકોને મળશે અને યોગ્ય નેતાઓને આગળ આવવાની તક મળશે.

માયાવતીનું ગઢ

માયાવતીનું ગઢ

રમેશ મિશ્રા આંબેડકર નગરના ઇમ્તીફજગનથી આવે છે, તે લખનૌથી લગભગ 200 કિલોમીટર દૂર છે અને તેને દલિત પ્રભાવી વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. મિશ્રાનો દલાલી વિશેનો ડર પણ માન્ય છે કારણ કે બીએસપી સુપ્રિમ માયાવતી પણ આ સંસદીય વિસ્તારમાંથી આવે છે અને તે અહીંથી ચાર વાર ચૂંટાઈ ગઈ છે, તે અહીં ખૂબ લોકપ્રિય છે. આના કારણે એસપી-બીએસપી વચ્ચેના જોડાણમાં વધારો થયો છે અને બંને પક્ષ આગામી લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે.

ગઠબંધન મજબૂત

ગઠબંધન મજબૂત

યુપીમાં સપા-બસપા ગઠબંધન પછી પ્રદેશમાં આ ગઠબંધન ખુબ જ મજબૂત દેખાઈ રહ્યું છે. પરંતુ જે રીતે પ્રિયંકા ગાંધીની રાજનીતિમાં એન્ટ્રી થઇ છે ત્યારપછી કાર્યકર્તાઓમાં જોતદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમને આશા છે કે પ્રિયંકા ગાંધીની એન્ટ્રી પછી પાર્ટીને રાજ્યમાં સારો ફાયદો થઇ શકે છે. પાર્ટી કાર્યકર્તાઓ અનુસાર પ્રિયંકા ગાંધીમાં તેમને ઇન્દિરા ગાંધી જોવા મળી રહ્યા છે. તેમને આશા છે કે પ્રિયંકા ગાંધીમાં લોકોને ખેંચવાની જોરદાર ક્ષમતા છે.

લોકોને નામથી ઓળખે છે પ્રિયંકા ગાંધી

લોકોને નામથી ઓળખે છે પ્રિયંકા ગાંધી

સ્થાનીય કોંગ્રેસ નેતાનું કહેવું છે કે પ્રિયંકા ગાંધી લોકોને નામથી ઓળખે છે. તે સ્થિતિને વધારે સારી રીતે સંભાળી શકે છે. એક તરફ જ્યાં તેઓ નરમ છે ત્યાં બીજી બાજુ તેઓ નિર્દેશ પણ આપે છે. સ્થાનીય લોકો અનુસાર પ્રિયંકા ગાંધીના આવ્યા પછી ઘણો ફરક પડશે. સ્થાનીય લોકો અનુસાર પ્રિયંકા ગાંધીના આવ્યા પછી લોકો પ્રદેશમાં કોંગ્રેસની ચર્ચા કરવા લાગ્યા છે. તેમને માનવું છે કે કોંગ્રેસ યુપીમાં સારું પ્રદર્શન કરશે.

English summary
Congress leader says Priyanka Gandhi can end the dalali in the party.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X