સુશીલ કુમાર શિંદેએ પીએમ મોદીને ગણાવ્યા તાનાશાહ- એવું તો હિટલર પણ નહોતો કરત
મોદીજી જેવું તો હિટલર પણ નહોતો કરતોઃ સુશીલ કુમાર શિંદે
નવી દિલ્હીઃ વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેએ પીએમ મોદીની સરખામણી જર્મનીના તાનાશાહ એડોલ્ફ હિટલર સાથે કરી છે. સુશીલ કુમાર શિંદેએ કહ્યું કે જો મોદી એ હિટલર નથી તો શું છે. લોકતંત્રમાં નોટબંધી હંમેશા કરવામાં આવી છે, પરંતુ આવું પહેલીવાર થયું કે પોલીસના નિર્દેશ પર સોલાપુરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓની પિટાઈ કરવામાં આવી હોય. તેમણે કહ્યું કે પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની જેમ કામ કરે છે, તેઓ તાનાશાહ છે, તેઓ કોઈની પણ નથી સાંભળતા.

પીએમ માત્ર ખુદની સાંભળે છે
પીએમ મોદીની આકરી ટિકા કરતાં શિંદેએ કહ્યું કે પીએમ મોદી કોઈની નથી સાંભળતા. તેમણે સીબીઆઈ ડિરેક્ટરને તેમના પદ પરથી અડધી રાત્રે હટાવી દીધા, તેમણે નોટબંધી થોપી, આ તાનાશાહ નથી તો બીજું શું છે. શું તેમણે આ વિષે ક્યારેય કોઈને પૂછ્યું હતું. શું તેમણે નાણામંત્રી અથવા રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા સાથે આ વિષયમાં પૂછ્યું હતું, બસ તેમને લાગ્યું કે આવું કરવું જોઈએ અને તેમણે કરી નાખ્યું. આ બિલકુલ તાનાશાહ છે.

તાનાશાહની જેમ વર્તાવ કરી રહ્યા છે મોદી
જણાવી દઈએ કે સોલાપુમાં પીએમ નરેન્દ્ર મોદીની રેલી હતી, પરંતુ આ રેલીનો કોંગ્રેસની યૂથ અને વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા હતા, જેના પર પોલીસે શખ્ત કાર્યાવાહી કતા તેમની પિટાઈ કરી હતી. પીએમની આલોચના કરતા શિંદેએ કહ્યું કે મોદી તાનાશાહની જેમ વર્તાવ કરે છે. જેવી રીતે રક્ષામંત્રી નિર્મલા સીતારમણને લઈ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું તે બાદ મહિલા આયોગે રાહુલ ગાંધીને નોટિસ મોકલી દીધી છે, જેના પર શિંદેએ કહ્યું કે રાહુલ અતિ શાલીન નેતા છે અને તેઓ હંમેશા મહિલાઓનું સન્માન કરે છે.

આવું તો હિટલર પણ નહોતો કરતો
શિંદેએ કહ્યું કે પીએમ મોદી લંકતંત્રમાં વિપક્ષને દબાવવાની કોશિશ કરી રહ્યા છે. સોલાપુરમાં જેવી રીતે કોંગ્રેસના કાર્યકર્તાની પિટાઈ કરવામાં આવી તેની તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું કે આ લોકતંત્ર છે અથવા તાનાશાહી, હિટલર પણ આવું નહોતો કરતો. શિંદેના આ નિવેદન પર મહારાષ્ટ્ર ભાજપના પ્રવક્તા કેશવ ઉપાધ્યાયે કહ્યું કે તેઓ ગાંધી પરિવાર પાસેથી આદેશ લે છે, એવામાં તેમણે પીએમની આલોચના કરવાનો કોઈ અધિકાર નથી.












Click it and Unblock the Notifications
