Karnataka Election : બીજેપીનો કોંગ્રેસ પર મોટો આરોપ, કહ્યું- અતીકના દોસ્તને કોંગ્રેસ સ્ટાર પ્રચારક બનાવ્યા

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે હાલ પુરજોશમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. એક તરફ કર્ણાટકમાં ચૂંટણીનો માહોલ છે તો બીજી તરફ યુપીમાં અતિક અહેમદ અને તેના ભાઈની હત્યા થઈ છે. હવે અતિક અને તેના ભાઈની કર્ણાટકના ચૂંટણી પ્રચારમાં એન્ટ્રી થઈ છે.

કોંગ્રેસે હાલમાં જ તેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના તમામ મોટા નેતાઓના નામ સામેલ છે. જો કે હવે આ લિસ્ટમાં સામેલ એક નામને લઈને વિવાદ શરૂ થયો છે. બીજેપીએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસે અતિક અહેમદ અને અશરફ અહેમદને ગુરૂ માનતા ઈમરાન પ્રતાપગઢીને સ્ટાર પ્રચારક બનાવ્યા છે.

Karnataka Election

કોંગ્રેસે જીત માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં મહારાષ્ટ્રના રાજ્યસભાના સાંસદ ઈમરાન પ્રતાપગઢીનું નામ પણ સામેલ છે. હવે તેને બીજેપી સાંસદ શોભા કરંદલાજેએ આ મોટો આરોપ લગાવ્યો છે.

શોભા કરંદલાજે દાવો કર્યો કે, કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં યુપી ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફના મિત્ર ઈમરાન પ્રતાપગઢીનું નામ સામેલ છે. તેમને કહ્યું કે ગેંગસ્ટર અતીક અહેમદ અને અશરફ તેના મિત્રો હતા.

શોભા કરંદલાજે મોટો આરોપ લગાવતા કહ્યું કે, ઈમરાન તેને ભાઈ કહેતા હતા અને અતીક અને અશરફને પોતાના ગુરુ માનતા હતા. કોંગ્રેસે તેને કર્ણાટક ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદીમાં મૂક્યા છે, જે દર્શાવે છે કે કોંગ્રેસ ગુનેગારો અને રાષ્ટ્રવિરોધીઓના સમર્થનમાં છે.

કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજેએ કહ્યું કે, ઈમરાન પ્રતાપગઢીએ કર્ણાટકમાં હિન્દુઓ વિરુદ્ધ ભાષણ આપ્યું. આ ભાષણમાં કહ્યું છે કે, મુસલમાન એ લોકો નથી જે માથું નમાવે છે, તે માથું કાપનારા લોકો છે. તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે આવુ નિવેદન આપનારા ઈમરાન પ્રતાપગઢીને પોતાનો સ્ટાર પ્રચારક બનાવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X