Congress manifest : હરિયાણા ચૂંટણી માટે કોંગ્રેસનો મેનિફેસ્ટો જારી, જાણો મહત્વના વાયદા
Congress Manifesto Haryana 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે મેનિફેસ્ટો જારી કર્યો છે. આ મેનિફેસ્ટોમાં કોંગ્રેસે ઘણી મહત્વની જાહેરાતો કરી છે.
કોંગ્રેસ દ્વારા જારી કરાયેલા 53 પેજના મેનિફેસ્ટોમાં હરિયાણાના લોકોને 7 વાયદા કર્યા છે. આ વાયદાઓમાં શહીદ થયેલા ખેડૂતોને વળતર સહિતની ઘણી મહત્વની વાતો સામેલ છે.

હરિયાણા કોંગ્રેસમાં વિવાદ વચ્ચે પૂર્વ સીએમ ભૂપેન્દ્ર હુડ્ડા, અશોક ગેહલોત અને હરિયાણા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ઉદય ભાણની હાજરીમાં કોંગ્રેસનો મેનિફેસ્ટો જાહેર કરાયો છે.
કોંગ્રેસે ચૂંટણીના સાત દિવસ પહેલા પોતાનો મેનિફેસ્ટો પણ જારી કર્યો અને સાત ગેરંટી છે. જો કે આ સમયે કોંગ્રેસ નેતા અને સિરસા સાંસદ કુમારી સેલજાની ગેરહાજરી નોંધનીય હતી.
મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ ગીતા ભુક્કલે જણાવ્યું કે, હરિયાણા માંગે હિસાબ યાત્રા દરમિયાન કિસાન ન્યાય ચૌપાલ, મહિલા ન્યાય ચૌપાલ, દલિત ન્યાય ચૌપાલ પાસેથી સૂચનો લેવામાં આવ્યા હતા. લોકશાહીમાં લોકો મહાન છે, અમે તેમની સાથે વાત કરીને જ આ મેનિફેસ્ટો તૈયાર કર્યો છે.
કોંગ્રેસ મેનિફેસ્ટોની મહત્વની જાહેરાત
- 25 લાખ સુધી મફત સારવાર
- મહિલાઓને દર મહિને 2 હજાર રૂપિયાનું પેન્શન
- સતલજ-યમુના લિંક (SYL) કેનાલમાંથી પાણી આપવાનું વચન
- 750 ખેડૂતોની યાદમાં સ્મારક બનાવાશે
- આંદોલનમાં મૃત્યુ પામેલા ખેડૂતોને શહીદનો દરજ્જો
- હરિયાણા અનુસૂચિત જાતિ બોર્ડની રચના
- હરિયાણા અન્ય પછાત વર્ગ બોર્ડની રચના
- હરિયાણા રાજ્ય લઘુમતી આયોગની રચના
- હરિયાણા મહિલા આયોગની રચના
- હરિયાણા રાજ્ય માનવ અધિકારની રચના
- હરિયાણા બાળ સુરક્ષા આયોગની રચના
- શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરાશે
- રાજ્ય શિક્ષક પસંદગી આયોગની રચના કરાશે
- શ્રી ગુરુ ગોવિંદ સિંહ જી અને સંત રવિદાસ જી ના નામ પર યુનિવર્સિટી બનાવાશે.
- મેવાતમાં યુનિવર્સિટી બનશે.
- દરેક વિધાનસભામાં મહિલા કોલેજની સ્થાપ્ના કરાશે
- દરેક બ્લોકમાં મહિલા ITI બનાવવામાં આવશે
- રાજ્ય શિક્ષક પુરસ્કારથી સન્માનિત શિક્ષકોની સેવામાં 2 વર્ષનો વધારો કરાશે
- ઈન્દિરા લાડલી બહેન સન્માન યોજના
- 18-60 વર્ષની મહિલાઓ માટે દર મહિને 2000 હજાર રૂપિયા
- ખેડૂત આયોગની રચના
- MSP ની ગેરંટી
- ડીઝલ પર સબસિડી કાર્ડ બનાવવાનું વચન
- સિંચાઈ માટે SYL ને અગ્રતા અપાશે
- ગુરુદ્વારા શીખ પ્રબંધન સમિતિની ચૂંટણી કરાવવા માટે કામ કરશે.
- પંજાબી ભાષાને સંપૂર્ણ સન્માન અપાશે
- દિવ્યાંગો માટે અલગ બોર્ડ બનાવશે
- સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન પુનઃસ્થાપિત કરાશે
- પૂર્વાંચલના લોકો માટે છઠ ઘાટ બનાવાશે












Click it and Unblock the Notifications
