રાહુલ ગાંધીના ખાસ વિધાયકનું માર્ગ અકસ્માતમાં મોત

નીલેશ ઘટના વખતે પોતાની કાર લઇને નાગપૂર જઇ રહ્યા હતા. નીલેશ પોતાની કાર જાતે ચલાવી રહ્યા હતા દરમિયાનમાં એક જાનવરને બચાવવા જતા તેમની કાર પલટી ખાઇ ગઇ. પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર 44 વર્ષીય કોંગ્રેસક વિધાયક નીલેશ દેશમુખ પારવેકર રિવવાર સાંજે યવતમાલથી નાગપુર જઇ રહ્યા હતા. દરમિયાન આ ઘટના ઘટી હતી. આ ઘટનામાં બંને ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા. જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન નીલેશ દેશમુખનું નિધન થયું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ અને મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ માનિકરાવ ઠાકરે આજે યવતમાલ જઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નીલેશ રાહુલ બ્રિગેડના સક્રિય સભ્ય હતા અને મુખ્યમંત્રી ચૌહાણના ખુબજ નજીકના વ્યક્તિ હતા. નીલેશના પરિવારમાં માતા, પત્ની અને બે નાની પુત્રીઓ છે. ઘટનાની જાણ થતા જ એનસીપીના પુપ્રીમો શરદ પવાર તેમના નિવાસ સ્થાન પહોંચી ગયા હતા.












Click it and Unblock the Notifications
