For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ MLAનો કથિત વીડિયો વાયરલ, કહ્યુ - 'યુપી ચૂંટણી પહેલા જનરલ રાવતનુ નિધન એક ષડયંત્ર'

8 ડિસેમ્બરના રોજ તમિલનાડુના કુન્નૂર જિલ્લામાં થયેલ હેલિકૉપ્ટર ક્રેશની ઘટના પર રાજનીતિ ગરમાઈ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ 8 ડિસેમ્બરના રોજ તમિલનાડુના કુન્નૂર જિલ્લામાં થયેલ હેલિકૉપ્ટર ક્રેશની ઘટના પર રાજનીતિ ગરમાઈ છે. આ ક્રમમાં રાજસ્થાન કોંગ્રેસના એક ધારાસભ્યએ હવે એ હેલિકૉપ્ટર દૂર્ઘટના પર શંકા વ્યક્ત કરી છે જેમાં જનરલ બિપિન રાવત તેમજ તેમના પત્ની સહિત 14 લોકોના નિધન થઈ ગયા હતા. રાજસ્થાનના સીકરથી કોંગ્રેસ ધારાસભ્ય વીરેન્દ્ર સિંહે પોતાના કથિત ભાષણના વીડિયોમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ(સીડીએસ) દિવંગત બિપિન રાવતના મૃત્યુને ઉત્તર પ્રદેશમાં આગામી ચૂંટણી સાથે જોડ્યુ છે.

rajasthan

વીડિયોમાં તેમને એમ કહેતા સાંભળી શકાય છે કે દરેક ચૂંટણી પહેલા આવી દૂર્ઘટનાઓ થાય છે. શું આ માત્ર સંયોગ છે કે ઉત્તર પ્રદેશ ચૂંટણી પહેલા જનરલ બિપિન રાવતનુ દુઃખદ મોત થયુ હતુ. આ ઉપરાંત પોતાના ભાષણમાં તેમણે પુલવામા આતંકી હુમલાનો પણ ઉલ્લેખ કર્યો જેમાં લોકસભા ચૂંટણી 2019ના મહિના પહેલા 14 ફેબ્રુઆરી, 2019ના રોજ એક આતંકવાદી દ્વારા કરવામાં આવેલ આરડીએક્સ હુમલામાં સીઆપીએફના 40 જવાન શહીદ થઈ ગયા હતા.

આ પહેલો મામલો નથી જ્યારે કોઈ હેલિકૉપ્ટર ક્રેશની ઘટનાને લઈને ષડયંત્રની વાત કહી છે. દૂર્ઘટનાની આસપાસની અટકળોના કારણે ચિંતિત, ભારતીય વાયુસેનાએ એક નિવેદન જાહેર કરીને લોકોને 'અજાણી અટકળો'થી બચવાનો આગ્રહ કર્યો હતો.

ભારતીય વાયુસેનાએ 10 ડિસેમ્બરે નિવેદન જાહેર કરીને કહ્યુ હતુ કે ભારતીય વાયુસેનાએ 8 ડિસેમ્બર, 2021ના રોજ દુઃખ હેલિકૉપ્ટર દૂર્ઘટનાના કારણોની તપાસ માટે એક ત્રિ-સેવા કોર્ટ ઑફ ઈન્ક્વાયરીની રચના કરી છે. તપાસ ઝડપથી પૂરી કરવામાં આવશે અને તથ્યો સામે આવશે. ત્યાં સુધી મૃતકની ગરિમાનુ સમ્માન કરવા માટે પાયાવિહોણી અટકળોથી બચી શકાય છે.

English summary
Congress MLA raised question about helicopter crash and general Bipin Rawat death
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X