કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરી લોકસભામાંથી સસ્પેન્ડ, જાણો કેમ?
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના ભેદી મૌનને તોડવા માટે વિપક્ષ દ્વારા મણિપુર મુદ્દે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન સતત વિવાદો સામે આવી રહ્યા છે. હવે કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
લોકસભામાં વિપક્ષી પાર્ટીઓ દ્વારા લાવવામાં આવેલો અવિશ્વાસ પ્રસ્તાવ ખરાબ રીતે નિષ્ફળ ગયો છે. આ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા બાદ લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીને સ્પીકરે પ્રસ્તાવ પર વોટિંગ કરાવ્યા બાદ સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા છે.

લોકસભા સ્પીકરે સસ્પેન્ડ કરતા જણાવ્યુ કે, અધીર રંજન ભાષાની મર્યાદા નથી રાખતા, આ સિવાય તે વારંવાર ગૃહને ખોરવી રહ્યા છે. વારંવાર સમજાવવા છતાં તેઓ સમજતા નથી.
અધીર રંજનને સંસદિય કાર્યમંત્રી પ્રહલાદ જોશી દ્વારા લાવવામાં પ્રસ્તાવને આધારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પ્રસ્તાવ લાવ્યા તેમના પર કાર્યવાહી કરાઈ છે. હવે વિશેષાધિકાર સમિતિ તેમની વિરૂદ્ધ પોતાનો અહેવાલ રજૂ ન કરે ત્યાં સુધી તે સસ્પેન્ડ રહેશે.
પ્રહલાદ જોશીએ અધીર રંજન ચૌધરી પર સંસદીય કાર્યવાહી દરમિયાન સતત વિક્ષેપ ઉભો કરવાનો અને દેશ અને તેમની છબીને બદનામ કરવાનો આરોપ લગાવ્યો. તેમને કહ્યું કે, આ આદત બની ગઈ છે. વારંવારની ચેતવણી બાદ પણ તેણે પોતાની જાતને સુધારી નહીં. તે હંમેશા પોતાની ચર્ચામાં પાયાવિહોણા આરોપો લગાવે છે. તે દેશ અને તેની છબીને બદનામ કરે છે અને ક્યારેય માફી માંગતા નથી.
અહીં તમને જણાવી દઈએ કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર મુદાઓ પર વાત કરવાને બદલે વિપક્ષી પાર્ટીઓના નેતાઓને ખોટી રીતે હેરાન કરવા માટે જાણીતી છે. મોદી સરકારને અવાજ ઉઠાવતા નેતાઓ પસંદ નથી આવતા. કદાચ આ જ કારણ છે કે અધીર રંજન ચૌધરી વિરૂદ્ધ આ કાર્યવાહી કરાઈ છે.












Click it and Unblock the Notifications
