For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પશ્ચિમ બંગાળ ચૂંટણીઃ CM મમતા બેનર્જી પડ્યા એક્લા, ચૂંટણી પંચના સમર્થનમાં આવી કોંગ્રેસ

ચૂંટણી તારીખોના એલાન બાદ મમતા બેનર્જી ચૂંટણી પંચ પર ભડકી ગયા.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીની ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે. શુક્રવારે ચૂંટણી પંચે પ્રેસ કૉન્ફરન્સ કરીને 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન કર્યુ. જે હેઠળ તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં એક જ તબક્કામાં મતદાન છે જ્યારે અસમમાં આ પ્રક્રિયા ત્રણ અને પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં થશે. તારીખોના એલાન બાદ મમતા બેનર્જી ચૂંટણી પંચ પર ભડકી ગયા. સાથે જ તેની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા. જો કે હવે તે એકલા જોવા મળી રહ્યા છે કારણકે કોંગ્રેસે પણ ચૂંટણી પંચના નિર્ણયનુ સ્વાગત કર્યુ છે.

adhir ranjan chaudhary

પશ્ચિમ બંબાઘ કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ કહ્યુ કે અમે ચૂંટણી પંચને અરજી કરી હતી કે બંગાળમાં ચૂંટણણી દરમિયાન સુરક્ષાની વ્યવસ્થા એવી હોય કે લોકો ડર્યા વિના ચૂંટણીમાં ભાગ લઈ શકે. આ કારણે ચૂંટણી પંચે નિર્ણય લીધો છે કે બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી થશે. તેમણે કહ્યુ કે અમે માંગ કરીએ છીએ કે જે લોકો બંગાળમાં ચૂંટણી દરમિયાન હિંસા કરે તેમની સામે કડક કાર્યવાહી થાય. અમે ઈચ્છીએ છીએ કે બંગાળમાં ચૂંટણી સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે થાય.

મમતા બેનર્જએ કહ્યુ કે ચૂંટણી પંચે ભાજપના હિસાબે તારીખોનુ એલાન કર્યુ છે. મમતા બેનર્જીએ પૂછ્યુ કે છેવટે એક જિલ્લાાં ત્રણ તબક્કામાં કેમ ચૂંટણી કરાવવામાં આવી રહી છે. બંગાળમાં એક જ તબક્કામાં ચૂંટણી થવી જોઈતી હતી. 23 દિવસોના ચૂંટણી કાર્યક્રમ પર સવાલ ઉઠાવીને તેમણે કહ્યુ કે શું આ 23 દિવસ ભાજપને ખેલ ખેલવા માટે આપવામાં આવ્યા છે? રાજ્ય ચૂંટણી માટે કેન્દ્ર પોતાની શક્તિઓનુ દુરુપયોગ ન કરી શકે. જો તે આમ કરે તો આ એક મોટી ગરબડ હશે. અમે સામાન્ય લોકો છે, અમે પોતાની લડાઈ લડીશુ. અમે ચૂંટણી પંચ પાસેથી ધનના દુરુપયોગને રોકવાનો અનુરોધ કરીએ છીએ. ભાજપે એજન્સીઓના માધ્યમથી બધા જિલ્લામાં પૈસા પહોંચાડી દીધા છે.

Mukesh Ambani's house: મુકેશ અંબાણીના ઘરની બહાર મળ્યા વિસ્ફોટક, ડૉગ સ્કવૉડ તૈનાતMukesh Ambani's house: મુકેશ અંબાણીના ઘરની બહાર મળ્યા વિસ્ફોટક, ડૉગ સ્કવૉડ તૈનાત

English summary
Congress MP Adhir Ranjan Chowdhury on west bengal assembly election date
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X