
અમૃતસરમાં કોંગ્રેસ સાંસદે ટ્રેનની ચેન ખેંચી, આ હતું કારણ
અમૃતસરના કોંગ્રેસ સાંસદ જીએસ ઓજલા 15 જૂને અમૃતસર સ્ટેશન પર અચાનક નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા. જયારે તેઓ સ્ટેશન પર લોકોની સમસ્યા સાંભળી રહ્યા હતા ત્યારે જ તેમને અચાનક સ્ટેશન છોડી રહેલી જમ્મુતાવી-મુરી એક્સપ્રેસ ટ્રેનની ચેન ખેંચીને તેને રોકી નાખી. ખરેખર મુસાફરોની ફરિયાદ હતી કે ટ્રેન ટોઇલેટમાં પાણી નથી આવી રહ્યું, જેને કારણે તેમને ઘણી સમસ્યા થઇ રહી છે. આ દરમિયાન અમૃતસરના કોંગ્રેસ સાંસદ જીએસ ઓજલા ઘ્વારા અમૃતસરમાં શતાબ્દી એક્સપ્રેસ સહીત બીજી પણ ગાડીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
અમૃતસરના કોંગ્રેસ સાંસદ જીએસ ઓજલા ઘ્વારા જણાવવામાં આવ્યું કે જમ્મુતાવી મુરી એક્સપ્રેસ ટ્રેનના મુસાફરો ઘ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે તેઓ શૌચાલય ઉપયોગ નથી કરી શકતા કારણકે તેમાં પાણી નથી આવી રહ્યું. એટલા માટે પાણીની ટાંકી ભરવા માટે તેમને ચેન ખેંચવી પડી. સાંસદ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને કર્મચારીઓને ટ્રેનની ટાંકી ભરવા માટે કહ્યું પરંતુ ચાલકે તેના પર કોઈ ધ્યાન આપ્યું નહીં. જેને કારણે મેં ટ્રેનની ચેન ખેંચીને તેને રોકી દીધી. જયારે ટ્રેનની બોગીઓમાં પાણી પહોંચી ગયું ત્યારપછી તેને રવાના કરી દેવામાં આવી.
એટલું જ નહીં પરંતુ સ્ટેશન પર યાત્રીઓ માટે બેસવા યોગ્ય માત્રામાં ખુરશીઓ પણ નથી. એટલા માટે તેમને અધિકારીઓને નવી ખુરશીઓની વ્યવસ્થા કરવા માટે પણ કહ્યું છે. અમૃતસરના કોંગ્રેસ સાંસદ જીએસ ઓજલા ઘ્વારા બીજા નિર્માણ કાર્યોનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું અને સાથે સાથે તેમાં ફેલાયેલી અવ્યવસ્થા દૂર કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યો.