For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માત્ર 4 વિપક્ષી દળોને બોલાવવા પર બોલ્યા ખડગે, વિપક્ષમાં ભાગલા પાડવા માંગે છે સરકાર

સરકારે એ પક્ષોને બેઠકમાં બોલાવ્યા છે જેમના સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મામલે હવે વિવાદ પણ શરુ થઈ ગયો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સંસદમાં શિયાળુ સત્રના પહેલા દિવસે રાજ્યસભામાંથી વિપક્ષના 12 સસ્પેન્ડેડ સાંસદોના મુદ્દે કેન્દ્ર સરકારે સોમવારે સવારે 10 વાગે બેઠક બોલાવી. જો કે સરકારે એ પક્ષોને આ બેઠકમાં બોલાવ્યા છે જેમના સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વળી, આ મામલે હવે વિવાદ પણ શરુ થઈ ગયો છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા કોંગ્રેસ સાંસદ મલ્લિકાર્જૂન ખડગેએ બધા વિપક્ષી દળોના નેતાઓને આમંત્રિત કરવાના બદલે માત્ર 4 પક્ષોના નેતાઓને આમંત્રિત કરવાને અયોગ્ય અને દૂર્ભાગ્યપૂર્ણ વ્યવહાર ગણાવ્યો.

Mallikarjun Khadge

આ ઉપરાંત તેમણે કહ્યુ કે સરકારે 12 રાજ્યસભાના સાંસદોના સસ્પેન્શન પર 4 વિપક્ષી દળોની બેઠક બોલાવી છે. આ વિપક્ષના ભાગલા પાડવાનુ ષડયંત્ર છે. આ મુદ્દે બધા વિપક્ષી દળ એક છે. અમે સરકારને એક સર્વપક્ષીય બેઠક બોલાવવા માટે પત્ર લખ્યો છે.

તમને જણાવી દઈએ કે શુક્રવારે રાજ્યસભાના સભાપતિ એમ. વેંકૈયા નાયડુએ કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીના વિરોધનુ સમાધાન શોધવા માટે વીકેન્ડમાં કામ કરવા માટે કહ્યુ હતુ. જો કે, વિપક્ષી નેતાઓએ કહ્યુ કે બેઠકમાં શામેલ થવાના આહ્વાનને એક સમૂહ તરીકે લેવુ પડશે. તેમને લાગ્યુ કે વિલંબથી આવેલુ નિમંત્રણ એક સાંકેતિક પ્રયાસ હતો નહિ કે વાસ્તવમાં ટ્રેઝરી અને વિપક્ષી બેંચ વચ્ચેની તિરાડને ઠીક કરવાની ઈમાનદાર ઈચ્છા.

તમને જણાવી દઈએ કે કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, ભાકપા, માકપા અને શિવસેનાના ફ્લોર નેતાઓએ પુષ્ટિ કરી કે તેમણે શ્રી જોશી પાસેથી બેઠક બોલાવવા માટે સંદેશ મળ્યા હતા. ગયા રવિવારે વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીને કહ્યુ હતુ કે 12 સાંસદોના સસ્પેન્શનના વિરોધમાં વિપક્ષી દળ એકજૂટ છે. સરકાર પાસે અમારી સંમતિ બની નથી. બધા વિપક્ષી દળોના નેતાઓને આમંત્રિત કરવા માટે માત્ર 4 વિપક્ષી દળોના નેતાઓને આમંત્રિત કરવા અયોગ્ય અને દૂર્ભાગ્યપૂર્ણ છે.

English summary
Congress MP Mallikarjun Khadge said that govenment trying to divide opposition in case of 12 mps suspension
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X