રાજકારણ સૌથી શ્રેષ્ઠ ધંધો છે : કોંગ્રેસ સાંસદ
નવી દિલ્હી, 7 ઓક્ટોબર : કોંગ્રેસના સાંસદ વીરેન્દ્ર સિંહે ફરી એકવાર અસામાન્ય નિવેદન આપીને રાજકારણમાં તોફાન મચાવી દીધું છે. તેમનું કહેવું છે કે રાજકારણ સૌથી શ્રેષ્ઠ ધંધો છે.
વ્યક્તિ કોઇ બિઝનેસ કે સરકારી નોકરીમાં નિષ્ફળ જાય, સારા ડોક્ટર, એન્જીનીયર કે વકીલ ના બની શકે તો રાજકારણમાં આવી જાય. અહીં અનેક લોકોની કિસ્મત એટલી સારી ચાલે છે કે લોકો કરોડો નહીં અબજો કમાય છે.

વીરેન્દ્ર સિંહ છાવણી સ્થિત બીપીએસ પ્લેનેટોરિયમમાં ભગવાન વાલ્મિકી પ્રગટ દિવસના ઉપક્રમે આયોજિત એક સમારંભમાં સંબોધન કરી રહ્યા હતા. અખિલ ભારતીય વાલ્મિકી સમાજ વિકાસ પરિષદના આયોજનના મુખ્ય અતિથિ તરીકે કોંગ્રેસના કેન્દ્રીય મંત્રી શૈલજા કુમારી પણ હાજર હતા.
ભાજપના નેતા અને ધારાસભ્ય અનિલ વિજે આ મુદ્દે જણાવ્યું છે કે વીરેન્દ્ર સિંહનું નિવેદન કોંગ્રેસની વાસ્તવિક માનસિકતા છતી કરી છે. કોંગ્રેસની આવી જ માનસિકતાને કારણે દેશની અત્યારે અત્યંત ખરાબ સ્થિતિ છે. કારણ કે કોંગ્રેસ રાજકારણને ધંધો માને છે.












Click it and Unblock the Notifications
