For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસમાં મોટા ફેરબદલઃ ચિદમ્બરમ, થરૂર અને સલમાનને બનાવ્યા પ્રવક્તા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 જાન્યુઆરીઃ કોંગ્રેસ પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને મંગળવારે પોતાના પ્રવક્તાઓની સંખ્યાનો વિસ્તાર કર્યો છે. કોંગ્રેસે કેન્દ્રીય મંત્રીઓ પી ચિદમ્બરમ અને સલમાન ખુર્શિદને વરિષ્ઠ પ્રવક્તા, જ્યારે કેન્દ્રીય રાજ્યમંત્રી શશિ થરૂરને પ્રવક્તા નિયુક્ત કર્યા છે. એક અધિકૃત જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે, પાર્ટીએ પાંચ વરિષ્ઠ પ્રવક્તા અને 13 પ્રવક્તાઓની નિયુક્તિ કરી છે. અધિકૃત વક્તવ્યમાં કહ્યું છે કે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ નિયુક્તિઓએ પોતાની મંજૂરી આપી દીધી છે.

shashi-tharoor-salman-khurshid-p-chidambaram
વિવાદમાં ફંસ્યા બાદ 2012માં પ્રવક્તા પદથી હટનારા પાર્ટીના પૂર્વ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીને બીજીવાર પ્રવક્તા નિયુક્ત કરવામાં આવ્યા છે. અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીની બેઠકમાં પાર્ટી નેતાઓ દ્વારા યુપીએ સરકારની ઉપલબ્ધિઓને પ્રવાભી રીતે રેખાંકિત નહીં કરવામાં આવવાના કારણે બેઠકના એક દિવસ બાદ જ પાર્ટી પ્રવક્તાઓની સંખ્યા વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પાર્ટી નેતાઓ દ્વારા એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, યુપીએ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી જન કલ્યાણ યોજનાઓને શ્રેય પ્રાપ્ત કરવામાં પાર્ટી અસફળ રહી છે.

પાર્ટીએ મંગળવારે આ ઉપરાંત 24 મીડિયા પ્રભારીઓની નિયુક્તિ પણ કરી. આ ઉપરાંત 30 અન્ય પ્રભારીઓને રાષ્ટ્રીય મીડિયામાં રાજ્યો સંબંધિત મુદ્દાઓ પર પાર્ટીનો પક્ષ રાખવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. વરિષ્ઠ પ્રવક્તાઓમાં કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમ, સલમાન ખુર્શિદ, ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા ઉપરાંત કેન્દ્રીય મંત્રી મુકુલ વાસનિક સામેલ છે. પ્રવક્તાઓમાં શશિ થરૂર અને સિંઘવી ઉપરાંત જ્યતિરાદિત્ય સિંધિયા, પીસી ચાકો, રાજ બબ્બર, રણદીપ સુરજેવાલા, રીતા બહુગુણા જોશી, સંદીપ દીક્ષિત, સંજય ઝા, સત્યવ્રત ચતુર્વેદી, શકીલ અહમદ, શક્તિ સિંહ ગોહિલ અને શોભા ઓઝા સામેલ છે.

પાર્ટીમાં આ પહેલા પાંચ પ્રવક્તા હતા. મીડિયા પ્રભારીઓમાં સુચના અને પ્રસારણ મંત્રી મનીષ તિવારી સહિત કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી આરપીએન સિંહ અને સંસદીય કાર્ય રાજ્યમંત્રી રાજીવ શુક્લ પણ સામેલ છે. અન્ય મીડિયા પ્રભારીઓમાં અખિલેશ પ્રતાપ સિંહ, અનંત ગાડગિલ, અશોક તંવર, બાલચંદ્ર મુંગેકર, બ્રિજેશ કાલપ્પા, ચંદન યાદવ, સીઆર કેશવન, દીપક અમીન, દિપેન્દર હુડા, કૃષ્ણા બાયરે ગૌડા, મીમ અફઝલ, મિનાક્ષી નટરાજન, મુકેશ નાયક, નદીમ જાવેદ, પીએલ પુનિયા, પ્રેમ ચંદ્ર મિશ્રા, પ્રિયંકા ચતુર્વેદી, રાગિણી નાયક, રાજીવ ગૌડા અને સલમાન સોજ તથા સંજય નિરુપમ સામેલ છે. પાર્ટી સૂત્રોએ જણાવ્યું કે, કોગ્રેસ વિભિન્ન મીડિયા થકી લોકોની વચ્ચે પોતાની પહોચં વધારવામાં ઇચ્છુક છે.

English summary
The Congress Tuesday expanded its panel of spokespersons in an effort to put across its viewpoint in the run-up to the LS election. Union ministers P Chidambaram and Salman Khurshid were named "senior spokespersons" while Shashi Tharoor was appointed "spokesperson".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X