અટલ બિહારી વાજપેયીના નિધન પર કોંગ્રેસે આ રીતે આપી શ્રધ્ધાંજલિ
મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસ પાર્ટીએ પણ અટલ બિહારી વાજપેયીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ.
ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી લગભગ બે મહિના સુધી દતિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં ભરતી રહ્યા અને ગુરુવારે સાંજે 5.05 વાગે તેમનું નિધન થઈ ગયુ. વળી, તેમના નિધનના સમાચાર આવતા જ સમગ્ર દેશ શોકમાં ડૂબી ગયો. ભાજપ સહિત તમામ પક્ષના નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો અને તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરી. ઘણા રાજ્યોના મુખ્યમંત્રી આ સમયે દિલ્હીમાં હાજર રહ્યા અને તેમણૈ અટલ બિહારી વાજપેયીના નિધનને દેશ માટે મોટી ખોટ ગણાવી. વળી મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસ પાર્ટીએ પણ અટલ બિહારી વાજપેયીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ.

ટ્વિટર પર કોંગ્રેસના ઓફિશિયલ હેન્ડલથી ટ્વિટ કરવામાં આવ્યુ
ટ્વિટર પર કોંગ્રેસના ઓફિશિયલ હેન્ડલથી ટ્વિટ કરવામાં આવ્યુ, ‘અટલ થે... અટલ હે... અટલ હી રહેંગે...વિનમ્ર શ્રધ્ધાંજલિ' જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ અટલ બિહારી વાજપેયીના નિધન પર શોક વ્યક્ત કરતા લખ્યુ, ‘આજે ભારતે એક મહાન વ્યક્તિને ખોઈ દીધા. અટલજીનું લાખો લોકો સમ્માન કરતા હતા અને તેમને પ્રેમ કરતા હતા, અમે તેમને મિસ કરીશુ.'
|
સોનિયા ગાંધીએ પણ શ્રધ્ધાંજલિ અર્પણ કરી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરી જ્યારે ગુલામ નબી આઝાદથી લઈને ઘણા નેતાઓએ તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરી. અટલ બિહારી વાજપેયીના નિધન પર બધા પક્ષોએ શોક વ્યક્ત કર્યો અને તેમના નિધનથી દેશ માટે મોટુ નુકશાન ગણાવ્યુ.

સાત દિવસનો રાજકીય શોક
વળી, વાજપેયીના નિધન પર દિલ્હી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, યુપી, ઝારખંડ અને ઉત્તરાખંડમાં સાત દિવસનો રાજકીય શોક અને એક દિવસની સરકારી રજાનું એલાન કરવામાં આવ્યુ છે. આ દરમિયાન રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સરકારી ઓફિસો અને શાળા કોલેજો બંધ રહેશે. આ ઉપરાંત ભાજપે 18-19 ઓગસ્ટે થનારી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકને રદ કરી દેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
