For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉમેદવાર ના ઉભા કર્યા છતાં સપા-બસપા જ બન્યા અમેઠીમાં રાહુલની હારનું કારણ!

કોંગ્રેસની બે સભ્યોની સમિતિએ અમેઠીમાં રાહુલ ગાંધીની હારના કારણોની તપાસ કરવાનું કામ સોંપવામાં આવ્યુ હતુ જેના ચોંકાવનારા તારણ જાણવા મળ્યા છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો તો કરવો પડ્યો સાથે જ પાર્ટી અધ્યક્ષને અમેઠીની પરંપરાગત સીટ પણ ગુમાવવી પડી. લોકસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટીની અંદર આ વિશે મંથન ચાલી રહ્યુ છે. જ્યારે કોંગ્રેસની બે સભ્યોની સમિતિએ અમેઠીમાં રાહુલ ગાંધીની હારના કારણોની તપાસ કરવાનું કામ સોંપવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચોઃ પીએમ મોદીએ પોતાની પાસે રાખ્યા આ મહત્વના મંત્રાલય, જાતે જોશે આનુ કામકાજઆ પણ વાંચોઃ પીએમ મોદીએ પોતાની પાસે રાખ્યા આ મહત્વના મંત્રાલય, જાતે જોશે આનુ કામકાજ

‘સપા-બસપાની લોકલ યુનિટથી ન મળ્યો સહયોગ'

‘સપા-બસપાની લોકલ યુનિટથી ન મળ્યો સહયોગ'

હિંદુસ્તાન ટાઈમ્સના એક સમાચાર મુજબ અમેઠીમાં રાહુલ ગાંધીની હારના કારણો શોધવા માટે રચેલી બે સભ્યોની કોંગ્રેસ સમિતિએ જણાવ્યુ કે સ્થાનિક સમાજવાદી પાર્ટી (સપા) અને બહુજન સમાજ પાર્ટી (બસપા) યુનિટ કોંગ્રેસ અધ્યક્ષની જીત સુનિશ્ચિત કરવામાં સહયોગ કરવામાં નિષ્ફળ રહી. કોંગ્રેસના એક નેતાએ નામ ન છાપવાની શરતે આ જણાવ્યુ.

હારના કારણો શોધવા માટે રચવામાં આવી હતી સમિતિ

હારના કારણો શોધવા માટે રચવામાં આવી હતી સમિતિ

સમાજવાદી પાર્ટી અને બસપાએ લોકસભા ચૂંટણી માટે ગઠબંધન કર્યુ હતુ અને તેમણે કોંગ્રેસની પરંપરાગત સીટ અમેઠીથી કોઈ ઉમેદવાર ઉભા રાખ્યા નહોતા. રાહુલની અમેઠીમાં હાર બાદ તેના કારણો શોધવા માટે રચાયેલી સમિતિમાં જુબેર ખાન અને કે એલ શર્મા શામેલ હતા જેમણે વિધાનસભાવાર આના પર કામ શરૂ કર્યુ.

જુબેર ખાન છે પ્રિયંકા ગાંધીની નજીક

જુબેર ખાન છે પ્રિયંકા ગાંધીની નજીક

જુબેર ખાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની નજક અને પાર્ટીના સચિવ છે જ્યારે કે એલ શર્મા રાયબરેલીમાં યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના પ્રતિનિધિ છે. શર્મા પહેલા પણ અમેઠીમાં પાર્ટી માટે કામ કરી ચૂક્યા છે. અમેઠી કોંગ્રેસના નેતાઓઓએ મતોની ગણિતનું તર્ક આપતા જણાવ્યુ કે સપા-બસપા ગઠબંધને કોંગ્રેસની મદદ માટે આ સીટ પરથી ઉમેદવાર નહોતા ઉભા રાખ્યા પરંતુ આ બંને પક્ષોના જ સ્થાનિક યુનિટે રાહુલ ગાંધીની જીતમાં યોગ્ય સહયોગ આપ્યો નહિ.

સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાધીને અમેઠીથી હરાવ્યા

સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાધીને અમેઠીથી હરાવ્યા

રાહુલ ગાંધી લોકસભા ચૂંટણીમાં બે સીટો- યુપીની અમેઠી લોકસભા સીટ અને કેરળની વાયનાડ સીટથી ચૂંટણી લડ્યા હતા. રાહુલ ગાંધીને આ ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઈરાનીના હાથે હારનો સામનો કરવો પડ્યો જ્યારે વાયનાડથી રાહુલ ગાંધીએ રેકોર્ડ જીત નોંધાવી હતી. તમને જણાવી દઈએ કે વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીની હાર છતાં સ્મૃતિ બરાબર અમેઠી જતા અને કેન્દ્ર સાથે સાથે રાજ્યની યોજનાઓના સહારે પોતાની જમીન તૈયાર કરતા રહ્યા.

English summary
congress panel told, sp bsp didn't cooperate in ensuring rahul gandhi's victory in amethi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X