For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીને લઇને કોંગ્રેસ હાફળી-ફાંફળી બની ગઇ છે: ભાજપ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

દહેરાદુન, 11 જુલાઇ: ભાજપાએ ગુરૂવારે નરેન્દ્ર મોદીને લઇને કોંગ્રેસ પર ગાંડી બની ગઇ હોવાનો આરોપ લગાવતાં કહ્યું હતું કે જો આવું ના હોત તો ઉત્તરાખંડમાં પાર્ટીના નેતૃત્વવાળી સરકાર, ગુજરાત સરકાર દ્વારા હોનારત પ્રભાવિત લોકોની મદદની માંગણી સંબંધી તથ્યોને 'સુનિયોજીત રીતે સંતાડતી'નહી.

ભાજપના રાષ્ટ્રીય સચિવ ત્રિવેન્દ્ર સિંહ રાવતે સંવાદદાતાઓને કહ્યું હતું કે મને સમજણ પડતી નથી કે નરેન્દ્ર મોદીને કોંગ્રેસ કેમ ગાંડી બની ગઇ છે. આ ગાંડી બની જવું નથી તો બીજું શું છે. બહુગુણા સરકાર રાજ્યના પૂર પીડિત લોકોની મદદ માટે નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં રાશિ વિશે ખુલીને ચર્ચા પણ કરતી નથી.

narendra-modi

ઉત્તરાખંડમાં ત્રાસદી બાદ પ્રભાવિત લોકો માટે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા એક ટ્રેનમાં 12 કરોડ રૂપિયાની રાહત સામગ્રી મોકલવાનો દાવો કરતાં ભાજપના નેતાએ કહ્યું હતું કે રાજ્ય સરકારે કોઇપણ પદાધિકારીએ તે અંગે કંઇપણ કહ્યું નથી. તેમને કહ્યું હતું કે ગુજરાત દ્વારા આપવામાં આવેલી મદદની ઓફર વિશે તે ખુલીને વાત કેમ કરતી નથી, જેવી રીતે અન્ય રાજ્યો વિશે કહે છે.

રાવતે કહ્યું હતું કે ફક્ત આટલું જ નહી, રાજ્ય સરકારના આમંત્રણ પર કાટમાળમાંથી લાશો કાઢવા વિશે જાણકાર એક ટીમ ગુજરાતથી દહેરાદુન આવી, પરંત્યુ તેની સેવા લીધા વિના તેને પરત મોકલી દેવામાં આવી. તેમને કહ્યું કે આ દેખાડો છે કે રાજ્ય સરકાર સુનિયોજિત રીતે દરેક તથ્યોને સંતાડવા માંગે છે જેથી નરેન્દ્ર મોદીના પક્ષમાં જવાની સંભાવના જોવા મળી રહી છે.

English summary
BJP on Thursday accused Congress of being paranoid about Narendra Modi, saying if it had not been so, the party-led government in Uttarakhand would not have "systematically hidden" facts about the assistance offered by Gujarat for the relief of disaster-hit people.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X