For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલંગાણા મુદ્દે કોંગ્રેસની પહેલમાં રાજકીય હિત છુપાયેલું : નરેન્દ્ર મોદી

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદ, 31 જુલાઇ : ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના નેતા નરેન્દ્ર મોદીએ અલગ તેલંગાણા રાજ્યની રચના પર કોંગ્રેસે આપેલી મંજૂરીને લોકોના સતત સંઘર્ષનું પરિણામ ગણાવ્યું છે. આ સાથે તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસે આ મુદ્દાને લાંબા સમય સુધી ટાળવાનું ચાલુ રાખ્યું હતું. હવે જ્યારે ચૂંટણીઓ નજીક આવે છે ત્યારે તેને મંજૂરી આપીને રાજકીય લાભ ખાટવાનો પ્રયાસ કરી રહી છે.

તેલંગાણા પર આ પહેલનું સ્વાગત કરતા નરેન્દ્ર મોદીએ આ સંબંધમાં કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારના ઇરાદાઓ પર શંકા વ્યક્ત કરી હતી. આ બાબતમાં આંઘ્રપ્રદેશના લોકોને લખેલા એક ખુલ્લા પત્રમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે "લોકોની શક્તિને કારણે કોંગ્રેસને પાછલા કેટલાક દિવસોમાં આમ કરવા માટે મજબૂર થવું પડ્યું છે. જે બાબતને કોંગ્રેસ છેલ્લા 9 વર્ષથી ટાળી રહી હતી, તે હવે માનવી પડી છે."

narendra-modi

નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના લોકોને સંબોધિત કરતા જણાવ્યું કે આટલા વર્ષોમાં આંધ્રપ્રદેશના લોકોનો સામનો કરવાને બદલે કોંગ્રેસ સમિતીઓ અને રિપોર્ટો પાછળ છુપતી રહી છે. શું તેઓ આ માટે આંધ્રપ્રદેશના લોકોની માફી માંગશે?

English summary
Congress political implications behind Telangana initiative : Narendra Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X