For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Dirty Politics: 'મોદીની છબિ બગાડવાનું ષડયંત્ર'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અમૃતસર, 6 જુલાઇ: ભાજપાના પ્રદેશ મહાસચિવ તરૂણ ચુગે કોંગ્રેસ દ્વારા ગુજરાતના ખેડૂતોના મુદ્દાને સાંપ્રદાયિક રૂપ આપવામાં આવતાં તેને આડે હાથ લેતાં કહ્યું હતું કે આખા મુદ્દાને સિખો સાથે જોડવામાં આવી રહ્યો છે, જ્યારે એવું કંઇ નથી.

ત્યાંથી બેદખલ કરવામાં આવેલા 784 પરિવારોમાં દેશભરમાંથી ત્યાં આવીને રહેતા લોકોનો સમાવેશ છે. તેમાં 164 પરિવાર પંજાબ અને હરિયાણાના છે. તેમને કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની છબિ બગાડવા માટે આ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે, પરંતુ 'મોદી રૂપી સુનામી'ની આગળ કોંગ્રેસની કોઇ ચાલ ટકી શકશે નહી.

તરૂણ ચુગના પંજાબ પ્રદેશ કોંગ્રેસના વડા પ્રતાપ સિંહ બાજવા પર નિશાન સાંધતા કહ્યું હતું કે પ્રતાપ સિંહ બાજવા પંજાબ અને દેશના સિખોને ગુમરાહ કરી રહ્યાં છે. ખેડૂતોના મુદ્દે તેમને સાંપ્રદાયિક લાગી રહ્યાં છે, પરંતુ 1984ના રમખાણો પર તેમનું મૌન સમજની બહાર છે. પ્રતાપ સિંહ બાજવા તથા કોંગ્રેસી નેતાઓને નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સહન થતી નથી.

narendra-modi-light-mood

તરૂણ ચુગે કહ્યું હતું કે બાજવા અનાર-નવાર પોતાના ખોટા નિવેદનોથી લોકોને ભ્રમિત કરી રહ્યાં છે. પંજાબમાં જો કોઇને સૌથી વધુ જુઠ્ઠુ બોલવાનો એવોર્ડ આપવો હોય તો તે એવોર્ડ પ્રતાપ સિંહ બાજવાને મળશે. પત્રકારો સાથે વાતચીત કરતાં તરૂણ ચુગે જણાવ્યું હતું.

English summary
Lashing out at the Punjab Congress president Partap Singh Bajwa for giving communal colour to the issue of Sikh farmers in Gujarat, State BJP on Monday dubbed the issue as “politically motivated”.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X