For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરદાર પટેલની મૂર્તિ પણ મોદી સરકારે ચીન પાસે બનાવી: રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મધ્યપ્રદેશના બે દિવસમાં પ્રવાસના પહેલા દિવસે ચિત્રકૂટ પહોંચ્યા છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મધ્યપ્રદેશના બે દિવસમાં પ્રવાસના પહેલા દિવસે ચિત્રકૂટ પહોંચ્યા છે. અહીં તેમને ભગવાન કામતનાથના દર્શન કર્યા. અહીં તેમને એક જનસભા પણ સંબોધિત કરી. જનસભા સંબોધિત કરતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર જોરદાર પ્રહાર કર્યા. રાહુલે પોતાની આ સભામાં રાફેલ મુદ્દે પીએમને ઘેર્યા. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આરોપ લગાવ્યો છે કે તેમને પોતાના મિત્રના ખિસ્સામાં 30 હજાર કરોડ રૂપિયા નાખી દીધા. પીએમ મોદીએ દેશ સાથે વિશ્વાસઘાત કર્યો છે.

આ પણ વાંચો: રાફેલ પર રાહુલ ગાંધીનો હુમલો, પીએમને કહ્યું- કમાન્ડર ઈન થીફ

HAL પાસેથી કોન્ટ્રાક્ટ અનિલ અંબાણીને આપ્યો

HAL પાસેથી કોન્ટ્રાક્ટ અનિલ અંબાણીને આપ્યો

રાહુલ ગાંધીએ કહ્યું કે તેમને પીએમને સવાલ પૂછ્યા કે તેમને HAL પાસેથી કોન્ટ્રાક્ટ ખુચવીને અનિલ અંબાણીને કેમ આપ્યો? તમે ભારત હિન્દુસ્તાન સાથે દગો કેમ કર્યો? રાહુલે જણાવ્યું કે પીએમ મોદી તેમના સવાલનો કોઈ જવાબ આપી શક્યા નહીં. તેમને આગળ કહ્યું કે જયારે મેં આંખ મેળવીને પીએમ સાથે વાત કરી ત્યારે તેઓ અહીં તહીં જોવા લાગ્યા પરંતુ આંખમાં આંખ મેળવીને વાત નથી કરી શકતા.

રાફેલ વિમાનની સાચી કિંમત

રાફેલ વિમાનની સાચી કિંમત

રાહુલ ગાંધીએ પીએમ મોદીને પૂછ્યું કે તેઓ રાફેલ વિમાનની સાચી કિંમત કેમ નથી જણાવી રહ્યા. 526 કરોડના જહાજ ભારત સરકાર કેમ 1600 કરોડમાં ખરીદી રહી છે. રાહુલ ગાંધીએ શિવરાજ સરકાર પર પણ પ્રહાર કર્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે તેમના શાશનમાં પ્રદેશની હાલત ખરાબ થઇ ચુકી છે. મધ્યપ્રદેશ ખેડૂતોની આત્મહત્યા, અપરાધ અને કુપોષણમાં નંબર વન બની રહ્યું છે.

ખુડૂતોનુ દેવું માફ કરી દઇશુ

ખુડૂતોનુ દેવું માફ કરી દઇશુ

રાહુલ ગાંધીએ કહ્યું કે જયારે અમારી સરકાર મધ્યપ્રદેશમાં આવશે ત્યારે અમે ખુડૂતોનુ દેવું માફ કરી દઇશુ. રાહુલ ગાંધીએ કહ્યું કે કર્ણાટકમાં સરકાર આવ્યાના 10 દિવસમાં અમે ખેડૂતોનું દેવું માફ કર્યું હતું. ભલે મુખ્યમંત્રી અમારો નથી કર્ણાટકમાં પરંતુ અમે ખેડૂતોનું દેવું માફ કરાવ્યું. મધ્યપ્રદેશમાં પણ આવું જ થશે.

સરદાર પટેલની મૂર્તિ પણ મોદી સરકારે ચીન પાસે બનાવી

સરદાર પટેલની મૂર્તિ પણ મોદી સરકારે ચીન પાસે બનાવી

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે ગુજરાતમાં બની રહેલી સરદાર પટેલની મૂર્તિ પણ મોદી સરકારે ચીન પાસે બનાવી છે. મોદી સરકારે ભારતીય યુવાઓને રોજગાર આપવાને બદલે ચીનના હજારો લોકોને આ મૂર્તિના નિર્માણમાં રોજગાર આપ્યો છે.

English summary
congress Rahul Gandhi Addresses a Rally in Chitrakoot madhya pradesh rafale deal bjp
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X