કોંગ્રેસે રજૂ કરી CD, ઉમાએ મોદીને કહ્યાં હતા વિનાશ પુરૂષ

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 એપ્રિલ: કોંગ્રેસે એક ત્રણ વર્ષ જૂની વીડિયો ક્લિપ રજૂ કરી, જેમાં ઉમા ભારતીએ નરેન્દ્ર મોદીને કથિત રીતે વિનાશના એજન્ટ ગણાવ્યા હતા અને તેમના ગુજરાતના વિકાસના દાવાને 'પાખંડ' કહ્યો હતો. ઉમા ભારતી તે સમયે ભાજપથી અલગ થઇ ગઇ હતી અને ભારતીય જનશક્તિ પાર્ટીની અધ્યક્ષ હતી. ઓડિયો વીડિયો પ્રસ્તુતિકરણમાં ઉમાએ કહ્યું કે તેમણે હિન્દુઓને ભયભીત ક્યારેય જોયા નથી, જેટલા ગુજરાતમાં જોવામાં આવે છે. ગુજરાત હવે ભયાક્રાંત રાજ્ય બની ગઇ છે.

કોંગ્રેસ પ્રવક્તા અભિષેક સિંઘવીએ સ્વિકાર્યું છે કે આ વીડિયો સીડી તે સમયની છે, જ્યારે ઉમા ભારતી ભાજપમાં ન હતી. તેમાં ઉમા ભારતી ગુજરાતના મુખ્યમંત્રીના વિકાસ અને હિન્દુત્વના દાવાને નકારતી જોવા મળી રહી છે.

'હું તેમને 1973થી ઓળખું છું...તે વિકાસ પુરૂષ નહી પરંતુ વિનાશ પુરૂષ છે. જીડીપી વિકાસ અને બીપીએલના લોકોને એપીએલ સુધી ઉન્નત બનાવવાનો તેમનો દાવો જુઠ્ઠો છે...ગત પાંચ વર્ષમાં ગુજરાત મોટું દેવેદાર છે. ગુજરાતના ના તો રામ મળ્યા ના તો રોટી. આને વિનાશ પુરૂષથી મુક્ત કરાવવું જોઇએ.'

uma-modi

ઉમા ભારતીએ વીડિયોમાં કહ્યું. '...આ મીડિયા છે. જેણે નરેન્દ્ર મોદી આટલો મોટા બનાવ્યા,' વીડિયો ક્લિપ વિશે સિંઘવીએ કહ્યું કે ઉમા ભારતીએ આ વાતો ચૂંટણી સમયે કહી ન હતી. જો કોઇ ચૂંટણીના દિવસો આ પ્રકારની ટિપ્પણી નથી કરતું તો તેનો અર્થ છે કે તેમાં વધુ સચ્ચાઇ છે. તેમણે જે પણ કહ્યું હતું, તેમણે મનાઇ કરી નથી. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર વિશે આ ટિપ્પણીઓ ઉમા ભારતી જેવી નેતાએ કરી છે.

તેમને પૂછવામાં આવ્યું કે પાર્ટીએ ચૂંટણી સમયે આ સીડી કેમ જાહેર કરી, સિંઘવીએ કહ્યું કે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીની પત્રકાર પરિષદનું મુખ્ય બિંદુ તે નથી પરંતુ તેનાથી ખબર પડે છે કે ભાજપમાં એવા હજારો લોકો છે જે નરેન્દ્ર મોદીને તાનાશાહ માને છે, વિનાશ પુરૂષ માને છે અને એવું માને છે કે ગુજરાત વિકાસ વિશે તેમના દાવા જુઠ્ઠા છે. કોંગ્રેસનો ઇરાદો આ સીડી કાલે જાહેર કરવાનો હતો પરંતુ ઇરાદો ટળી ગયો કારણ કે સીડી પ્લેયર કામ કરી રહ્યું ન હતું.

English summary
In what could be an embarrassment for the Bharatiya Janata Party (BJP), the Congress on Thursday released a video in which party leader Uma Bharti has said that Narendra Modi was not a 'Vikas Purush' but a 'Vinash Purush'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X