લોકસભાની 90 સીટો માટે કોંગ્રેસના ઉમેદવાર જાહેર!

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી: કેન્દ્રિય ચૂંટણી સમિતિની સોમવારે રાતે યોજાયેલી બેઠક બાદ કોંગ્રેસના 100 લોકસભા સીટો માટે ઉમેદવારોના નામ નક્કી કરવાની નજીક છે. જો કે લોકસભાના હાલના કોંગ્રેસ સાંસદોના ભાગ્યનો ફેંસલો 21 ફેબ્રુઆરીના રોજ સંસદના ચાલુ સત્ર સંપન્ન થયા બાદ જ લેવામાં આવશે.

પાર્ટી નેતાઓએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશની 20 અને બિહાર, કર્ણાટક, ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ તથા પૂર્વોત્તર સહિત કેટલાક રાજ્યોની અનેક સીટો પર ઉમેદવાર નક્કીક કરવાના મુદ્દે સોમવારે રાત્રે યોજાયેલી બેઠકમાં ચર્ચા કરવામાં આવી. કેટલા ઉમેદવારોના નામને અંતિમ રૂપ આપવામાં આવ્યું, આ અંગે સૂત્રોએ જણાવ્યું ન હતું પરંતું તેમણે કહ્યું હતું કે 100થી વધુ સીટો પર ચર્ચા થઇ. રાજ્યોની સ્ક્રીનિંગ કમિટીથી મળેલી રિપોર્ટના આધારે આ મુદ્દે ચર્ચા કરવામાં આવી.

manmohan-sonia-rahul

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, વડાપ્રધાન મનમોહન સિંહ, પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી કેન્દ્રિય ચૂંટણી સમિતિના સભ્યો હાજર હતા. ઉમેદવારોના નામ પર નિર્ણય કરવો આ સમિતિનું કામ છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાં ગઠબંધનો પર હજું નિર્ણય લેવામાં ન હોવાના લીધે પાર્ટી નેતૃત્વ એવા રાજ્યોની સીટો પર વિચાર કરી ન શકે. આ મહિના અંત સુધી મોટાભાગની સીટો પર ઉમેદવાર નક્કી કરવાની સંભાવના છે.

પાર્ટી નેતાઓએ કહ્યું હતું કે તે સીટો પર ઉમેદવારોના નામનો નિર્ણય જલદી કરવામાં આવશે જે અત્યારે કોંગ્રેસની પાસે નથી. પાર્ટીને ગત લોકસભા ચૂંટણીમાં 206 સીટો પ્રાપ્ત થઇ હતી.

English summary
The Congress today, after the meeting of the party's central election committee, has released its first list of candidates for the Lok Sabha elections 2014. The list was released.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.