કોંગ્રેસે વિવાદિત ટ્વિટ હટાવ્યુ, કહ્યું-કોંગ્રેસે સંપ્રભુતા શબ્દ ક્યારેય વાપર્યો નથી
બીજેપીની ફરિયાદ પર ઈલેક્શન કમિશને કોંગ્રેસ પાસેથી ખુલાસો માંગ્યો હતો. હવે આ મુદ્દે કોંગ્રેસે કાર્યવાહી કરતા ટ્વિટ ડિલીટ કરી દીધુ છે. સોનિયા ગાંધીના નિવેદન પર બીજેપીએ ઈલેક્શન કમિશનમાં ફરીયાદ કરીને કાર્યવાહીની માંગ કરી હતી.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પુર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ચૂંટણી પ્રચારમાં આપેલા એક નિવેદનને લઈને મોટી બબાલ શરૂ થઈ હતી. આ નિવેદન બાદ બીજેપી ઈલેક્શન કમિશન પાસે પહોંચી હતી અને નિવેદનને લઈને કાર્ય કરવાની માંગ કરી હતી.

આ ફરિયાદ બાદ ઈલેક્શન કમિશને કોંગ્રેસ પાર્ટીને લેટર લખીને ખુલાસો માંગ્યો હતો અને ભુલને સુધારવા માટે કહ્યું હતું. હવે કોંગ્રેસ પાર્ટીએ આ મુદ્દે ભુલ સુધારતા ટ્વિટ ડિલીટ કરી દીધુ છે. પાર્ટીએ ટ્વિટ ડિલીટ કરવા સાથે કહ્યું કે, સોનિયા ગાંધીએ ક્યારેય સંપ્રભુતા શબ્દનો પ્રયોગ કર્યો નથી.
અહીં તમને જણાવી દઈએ કે, સોમવારે ચૂંટણી પંચે AICC પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને એક નોટિસ મોકલીને ચૂંટણી રેલીમાં સોનિયા ગાંધીની કર્ણાટકની સંપ્રભુતા મુદ્દે ટિપ્પણી અંગે કોંગ્રેસની સોશિયલ મીડિયા પોસ્ટની સ્પષ્ટતા કરવા અને તેને સુધારવા માટે કહેવામાં આવ્યું હતું.
બુધવારે કોંગ્રેસે ટ્વિટર હેન્ડલ પર સોનિયા ગાંધીના હિન્દી ભાષણનો સ્ક્રીનશોટ તેમજ ભાષણની યુટ્યુબ વિડિઓ લિંક શેર કરીને સ્પષ્ટતા કરી હતી. ટ્વીટમાં કોંગ્રેસે લખ્યું કે, સોનિયા ગાંધીએ કર્ણાટકના હુબલીમાં 6 મે 2023ના રોજ પોતાના ચૂંટણી ભાષણમાં ક્યારેય સાર્વભૌમત્વ શબ્દનો ઉપયોગ કર્યો નથી. તેને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો હોવાથી તેને દૂર કરવામાં આવી રહ્યો છે.
જણાવી દઈએ કે, સોનિયા ગાંધીએ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન હુબલીમાં ભાષણ આપતાં કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી કોઈને પણ કર્ણાટકની પ્રતિષ્ઠા, સાર્વભૌમત્વ કે અખંડિતતાને જોખમમાં મુકવાની મંજૂરી નહીં આપે. આ નિવેદન બાદ હંગામો થયો હતો અને બીજેપીએ ઈલેક્શન કમિશનમાં ફરિયાદ કરી હતી.












Click it and Unblock the Notifications
