• search

કોંગ્રેસની બીજી યાદીમાં 71 ઉમેદવાર, કેટલાક ચોંકાવનારા નામ પણ સામેલ

By Kumar Dushyant

નવી દિલ્હી, 14 માર્ચ: કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ગુરૂવારે રાતે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જેમાં પવન કુમાર બંસલ, ફિલ્મ અભિનેત્રી નગમા, પાર્ટી પ્રવક્તા રાજ બબ્બર અને પૂર્વ મંત્રી સંબોધ કાંત સહાય સહિત 71 ઉમેદવારોના નામ સામેલ હતા.

ઉમેદવારોની આ યાદીમાં એમ વીરપ્પા મોઇલી, શશિ થરૂર, વી નારાયણસામી, કે સી વેણુગોપાલ, કે વી થામસ અને મુલ્લાપલ્લી રામચંદ્રન સહિત અનેક કેન્દ્રિય કક્ષાના મંત્રીઓના નામ સામેલ હતા. પાર્ટી પ્રવક્તા રાજ ઠાકરેને ગાજિયાબાદથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેમણે ગત વખતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવની પત્ની ડિંપલ યાદવે ફિરોજાબાદમાં એક પેટાચૂંટણીમાં હરાવ્યા હતા. જોકે હાલમાં ગાજિયાબાદથી ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહ સાંસદ છે.

કોંગ્રેસના ઉત્તર પ્રદેશના ડુમરિયાગંજથી તરૂણ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જ્યાંથી જગદંબિકા પાલ સાંસદ હતા જેમને હાલમાં જ પાર્ટી સાથે નાતો તોડી દિધો છે. પાર્ટીએ ઝારખંડથી સુબોધ કાંત સહાયને વધુ એકવાર ઉમેદવાર બનાવ્યા છે જ્યારે ફિલ્મ અભિનેત્રી નગમા મેરઠથી મેદાનમાં ઉતરશે. ઉમેદવારોની આ યાદીમાં ઉત્તર પ્રદેશની 13, મધ્ય પ્રદેશની 3, મહારાષ્ટ્રની 7, કર્ણાટકની 10 અને કેરળની 15 સીટો સામેલ છે.

આ યાદીની સાથે પાર્ટી અત્યાર સુધી કુલ 261 ઉમેદવારોના નામ જાહેર કરી ચૂકી છે. પાર્ટી દ્વારા ગત અઠવાડિયે 194 ઉમેદવારોની પહેલી યાદે જાહેર કરવામાં આવી છે જેમાંથી ચાર ઉમેદવારોને બદલવામાં આવ્યા હતા. કોંગ્રેસની બીજી યાદીમાં યુવક કોંગ્રેસ નેતા રાજીવ સતાવનું પણ સામેલ છે. જેમને મહારાષ્ટ્રની હિંગોળી સીટ પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સીટ પહેલાં તાલમેળના હેઠળ એનસીપીની પાસે હતી, પરંતુ લાગે છે કે પછી ઉચ્ચ સ્તર પર વાતચીત કરી સતાવ માટે લાવવામાં આવ્યા.

પાર્ટીની વરિષ્ઠ નેતા નૂર બાનોને મુસલમાન બહુવિધ મુરાદાબાદથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. લોકસભામાં તેમણે પહેલાં રામપુરનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અત્યારે અઝરૂદ્દીન મુરાદાબાદથી કોંગ્રેસના સાંસદ છે. પાર્ટીના એક અન્ય પ્રવક્તા પી સી ચાકોના મતવિસ્તારને ત્રિશૂરને બદલીને આ વખતે ચલાકુડીથી ઉમેદવારી જાહેર કરી છે.

ત્રિશૂરથી કેપી ઘનપાલન ઉમેદવાર હશે. રાજસ્થાનમાં દિવંગત નેતા શીશ રામ ઓલાની પુત્રવધૂ રાજબાલા ઓલાને ઝંઝુનથી ટિકીટ આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશની પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રીટા બહુગુણા જોશી લખનઉથી કિસ્મત અજમાવશે. અહીથી ભાજપ પ્રમુખ રાજનાથ સિંહની ચૂંટણી લડવાની અટકળો ચાલી રહી છે. અત્યારે આ સીટ ભાજપના લાલજી ટંડન પાસે છે. પાર્ટી હિમાચલ પ્રદેશ મંડી મતવિસ્તારથી રાજ્યના મુખ્યમંત્રી વીરભદ્રની પત્ની પ્રતિભા સિંહને મેદાનમાં ઉતાર રહી છે. જ્યારે ભક્ત ચરણ દાસ ઓરિસ્સાના કાલાહાંડીથી ફરી એકવાર કિસ્મત અજમાવશે.

English summary
Former railway minister Pawan Bansal was re-nominated by Congress from Chandigarh brushing aside the taint argument as it released the second list of 71 candidates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more