For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RSS ના રાષ્ટ્રવાદને ટક્કર આપશે કોંગ્રેસ, બનાવી ખાસ રણનીતિ

આરએસએસ ના રાષ્ટ્રવાદની વિચારધારાને ટક્કર આપવા માટે કોંગ્રેસ સેવાદળ દર મહિનાના છેલ્લા રવિવારે 1000 જિલ્લાઓમાં ઝંડો ફરકાવવાનો આયોજન કરવા માટે યોજના બનાવી રહ્યું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

આરએસએસ ના રાષ્ટ્રવાદની વિચારધારાને ટક્કર આપવા માટે કોંગ્રેસ સેવાદળ દર મહિનાના છેલ્લા રવિવારે 1000 જિલ્લાઓમાં ઝંડો ફરકાવવાનો આયોજન કરવા માટે યોજના બનાવી રહ્યું છે. કોંગ્રેસ સેવાદળ ઘ્વારા આ કાર્યક્રમ દરમિયાન મહાત્મા ગાંધી અને પંડિત જવાહરલાલ નેહરુની ધર્મ નિરપેક્ષતા પર આધારિત રાષ્ટ્રવાદ પર ચર્ચા કરશે.

કોંગ્રેસ સેવાદળ રાહુલ ગાંધીની અનુમતિ માટે રાહ જોઈ રહ્યા છે

કોંગ્રેસ સેવાદળ રાહુલ ગાંધીની અનુમતિ માટે રાહ જોઈ રહ્યા છે

તેના માટે કોંગ્રેસ સેવાદળ રાહુલ ગાંધીની અનુમતિ માટે રાહ જોઈ રહ્યા છે. ત્યારપછી આ કાર્યક્રમ આગળ વધારવામાં આવશે. કોંગ્રેસ સેવાદળ સંગઠન આ યોજના બનાવી રહ્યા છે અને તેના માટે તેમને એક બ્લુપ્રીન્ટ પણ તૈયાર કરી છે. સોમવારે રાહુલ ગાંધીની હાજરીમાં તેને સાર્વજનિક કરવામાં આવશે.

કોંગ્રેસ સેવાદળ મજબૂત કરવા માટે પગલાં લેવામાં આવ્યા

કોંગ્રેસ સેવાદળ મજબૂત કરવા માટે પગલાં લેવામાં આવ્યા

પ્રમુખ આયોજક લાલજી ભાઈ શાહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે સેવાદળ પહેલા જેટલું એક્ટિવ ના હતું. તે ફક્ત કોંગ્રેસના આયોજન માટે જ લાગેલું રહેતું હતું. એટલા માટે સંગઠનને ફરીથી મજબૂત કરવા માટે કોશિશ કરવામાં આવી રહી છે. હવે રાષ્ટ્રીય સ્તરે સંગઠન મજબૂત કરવા અને તેને સારી રીતે સ્થાપિત કરવાની દિશામાં પગલાં ભરવામાં આવી રહ્યા છે.

ધ્વજ વંદન કાર્યક્રમ દેશના 1000 જિલ્લામાં

ધ્વજ વંદન કાર્યક્રમ દેશના 1000 જિલ્લામાં

આવનારા ત્રણ મહિનામાં તેના માટે પ્રશિક્ષણ શિબિર દેશભરમાં આયોજિત કરવામાં આવશે. પહેલી પ્રશિક્ષણ શિબિર 11 જૂને મણિપુરમાં થશે જેમાં તે વિસ્તારના સેવાદળ કાર્યકર્તાઓ જોડાશે. સેવાદળ ધ્વજ વંદન કાર્યક્રમ દેશના 1000 જિલ્લામાં દર મહિનાના છેલ્લા રવિવારે આયોજિત કરવામાં આવશે.

English summary
Congress Seva Dal plans to organise flag hoisting programmes in 1000 cities
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X