શકીલ અહેમદે નરેન્દ્ર મોદી કહ્યું સડક છાપ નેતા
ચંદીગઢ, 13 ઓક્ટોબર: આને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની ગર્જનાથી ગભરાયેલા કહો અથવા ઇર્ષ્યાળુ કોંગ્રેસ નેતા હવે પોતાનું ધૈર્ય ગુમાવવા લાગ્યા છે. હવે કોંગ્રેસ મહાસચિવ શકીલ અહેમદ નરેન્દ્ર મોદીને સડક છાપ નેતા કહીને સંબોધ્યા છે.
હરિયાણામાં કોંગ્રેસના ચૂંટણી ઇંચાર્જ શકીલ અહેમદે રવિવારે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે મોદી જુઠ્ઠું બોલે છે હરિયાણા ગુજરાતથી પાછળ ધકેલાઇ ગયું છે. શકીલ અહેમદે આગળ કહ્યું ''ચૂંટણી રેલીમાં નરેન્દ્ર મોદી એક વડાપ્રધાનના રૂપમાં બોલતા નથી પરંતુ એક સડકછાપ નેતાની માફક વાતો કરે છે. વડાપ્રધાન જુઠ્ઠું બોલવાના આદી છે અને જુઠ્ઠાં નિવેદનો આપીને ઉચ્ચ પદની ગરિમાને ઓછી કરી રહ્યાં છે.''
કાતરની માફક ચાલી શકીલ અહેમદની જીભ
શકીલ અહેમદે આગળ કહ્યું કે વડાપ્રધાને બે દિવસ પહેલાં કહ્યું કે પાકિસ્તાનને આપણે આકરી ચેતાવણી આપી છે. હવે તે સીમા પર ગોળીબારી નહી કરી શકે, પરંતુ શું થયું? 24 કલાકમાં પડોશી દેશે ફરીથી સિઝફાયર તોડ્યું. વિચારો કયા પ્રકારનો સંદેશો આંતરરાષ્ટ્રીય સ્તરે જઇ રહ્યો છે. બીજા દેશ આપણા વડાપ્રધાન વિધે શું વિચારી રહ્યાં હશે.

56 ઇંચની છાતી
શકીલ અહેમદે નરેન્દ્ર મોદીને પૂછ્યું કે ચીન સતત ઘૂસણખોરી કરી રહ્યું છે, શું હવે તેમની છાતી 56 ઇંચની રહી નથી. એટલું જ નહી ગુજરાતમાં પ્રતિ વ્યક્તિ આવક પ્રતિ વર્ષ 94 હજાર રૂપિયા છે, જ્યારે હરિયાણામાં 1.35 લાખ રૂપિયા. પીએમ સાહેબ પ્રદેશના લોકોને મૂર્ખ બનાવી રહ્યાં છે. રહી કૌશલ્ય વિકાસની વાત તો તેમાં હરિયાણા પહેલાં નંબર છે અને ગુજરાત નવમા નંબર છે.












Click it and Unblock the Notifications
